For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંકલેશ્ર્વરમાંથી ઝડપાયેલા ISI એજન્ટે બ્રહ્મોસ મિસાઇલની માહિતી પણ મોકલી દીધી

12:40 PM May 10, 2024 IST | Bhumika
અંકલેશ્ર્વરમાંથી ઝડપાયેલા isi એજન્ટે બ્રહ્મોસ મિસાઇલની માહિતી પણ મોકલી દીધી
Advertisement

એક વર્ષથી ISIના સંપર્કમાં હોવાનું અનુમાન, હનીટ્રેપમાં ફ્સાયેલા 20થી 25 લોકોની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ

અંકલેશ્ર્વરમાંથી ઝડપાયેલા પાકિસ્તાની જાસુસી સંસ્થા ISIના એજન્ટે ભારતીય સેનાની બ્રહ્મોસ મિસાઇલની માહિતી પણ પાકિસ્તાન મોકલી હોવાનું બહાર આવ્યું છે. પ્રવીણ મિશ્રા સાથે 20થી 25 લોકો હનિટ્રેપમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે. જે તમામને ઝડપી લેવા પણ ગતીવીધી તેજ કરવામાં આવી છે.

Advertisement

આ અંગેની વિગત મુજબ ઉધમપુર મિલિટરી ઈન્ટેલીજેન્સ યુનિટના સર્વેલન્સમાં માહિતી મળી હતી કે અંકેલેશ્વર GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં શંકાસ્પદ વાતચીત ચાલી રહી છે. આ માહિતી સીઆઇડી ક્રાઈમના સીઆઇ સેલને મોકલી અપાઇ હતી. તેના આધારે તપાસ કરતા પ્રવીણ મિશ્રા નામનો એક વ્યક્તિ કે જે મૂળ બિહારનો રહેવાસી છે અને એરોનોટિકલ એન્જિનિયરિંગ ભણેલો છે તેમ સીઆઇડી ક્રાઈમ ગાંધીનગરના તપાસમાં જાણવા મળ્યું હતું. પ્રવીણ મિશ્રાની ધરપકડ કર્યા બાદ તેના મોબાઈલ ફોનની તપાસ કરતા કેટલાક શંકાસ્પદ ચેટિંગ તથા વોઇસ મેસેજ મળી આવ્યા હતા. તમામ વાતચીત પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં આઇએસઆઇ હેન્ડલરને આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પ્રવીણ મિશ્રાની ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલે ધરપકડ કરી છે.
અંકલેશ્વરની ખાનગી કંપની કે જેને ઉછઉઘ તરફથી આર્મી માટેના હથિયાર અને પાર્ટ્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કંપનીમાં પ્રવીણ મિશ્રા નામનો વ્યક્તિ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો.

પાકિસ્તાનમાં બેઠેલા મહિલા આઇએસઆઇ એજન્ટ પ્રવીણ મિશ્રાને હનીટ્રેપમાં ફસાવી દીધો હતો. બાદમાં પ્રવીણ મિશ્રા પાસેથી આર્મી માટે જે વસ્તુઓ તેની કંપનીમાં બનતી હતી તેની તમામ વિગતો મગાવવામાં આવતી હતી. સોનાલી ગર્ગ નામ ધારણ કરીને મહિલા આઇએસઆઇ એજન્ટ પ્રવીણ મિશ્રા પાસેથી ભારતના સૈન્યની ઘણી સંવેદનશીલ માહિતી મગાવી હોવાનું ધ્યાને આવ્યું છે. તેના આધારે પ્રવીણ મિશ્રાની ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ કરતા હકીકત સામે આવી છે કે કહેવાતી મહિલા આઇએસઆઇ એજન્ટના રડારમાં હજુ બીજા 20થી 25 લોકો ટાર્ગેટ પર છે. તે તમામ લોકોને હનીટ્રેપમાં ફસાવાયા છે અને આ તમામ એવા લોકો છે જેઓ સૈન્યની મશીનરી જે કંપનીમાં બનતા હોય છે તે કંપનીમાં કામ કરતા યુવાન એન્જિનિયરોને ફસાવવામાં આવ્યા છે.

સીઆઇડી ક્રાઈમના કસ્ટડીમાં આવેલા પ્રવીણ મિશ્રાને આઇએસઆઇ એજન્ટે ફેસબુક દ્વારા શોધ્યો હતો. બાદમાં મિત્રતા કેળવીને પ્રેમસંબંધ વિકસાવવામાં આવ્યો અને ન્યૂડ વીડિયો કોલિંગથી લઈને એ તમામ ચીજવસ્તુઓથી પ્રવીણ મિશ્રાને તાબે કરી દેવાયો હતો. બાદમાં તેની પાસેથી ભારતીય સૈન્યની બ્રહ્મોસ મિસાઈલની માહિતી એકઠી કરી હતી. ત્યારબાદ બીજી ઘણી બધી મિસાઈલ રેન્જ તથા ફોટોગ્રાફ માગ્યા હતા. જે તમામ માહિતી પ્રવીણ મિશ્રાએ આઇએસઆઇ એજન્ટની સપ્લાય કરી હતી.

ઉછઉઘના તથા એચએએલના જે કંપની સાથે કોન્ટ્રાક્ટ હોય અને તેમાં કામ કરતા કર્મચારીઓ અને તેમાંય ખાસ કરીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલા હોય તેવા યુવાનોના ડેટા આઇએસઆઇ દ્વારા એકઠા કરીને તેવા જ લોકોને હની ટ્રેપમાં ફસાવાતા હતા. આવા 20થી 25 લોકો તેઓના નિશાન પર હોવાનું સામે આવ્યું છે.
ઝેડ ક્લાઉડ એપ્લિકેશનમાં મારા ફોટોગ્રાફ છે તેમ કહીને આઇએસઆઇ એજન્ટ લિંક મોકલીને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવતા હતા અને જેવી એપ્લિકેશન સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરવામાં આવે એટલે એપ્લિકેશનમાં રહેલો માલવેર વાયરસ સિસ્ટમમાં જતો રહેતો હતો અને આખી સિસ્ટમ ક્લોન થઈ જતી ત્યારબાદ આઇએસઆઇ એજન્ટ બેઠો બેઠો આખીય સિસ્ટમ ઓપરેટ પણ કરી શકતા અને તમામ ગતિવિધિઓ પર નજર પણ રાખી શકતા હતા.

ગાંધીનગર સીઆઇડી ક્રાઈમના સીઆઇ સેલે પ્રવીણ મિશ્રાની ધરપકડ કરી છે. આ કેસમાં હજુ બીજા ઘણા બધા લોકો રડારમાં છે. તે તમામ સુધી ખૂબ જ નજીકના દિવસો અમે પહોંચી જઈશું અને તે તમામને પણ ધરપકડ કરવામાં આવશે. તેમ ચૈતન્ય માંડલિક ઇન્ચાર્જ આઇજી, ગાંધીનગર સીઆઇડી ક્રાઈમે જણાવ્યુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement