For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના ઝૂલતા પુલ નજીક થતા બાંધકામનો રિપોર્ટ આપવામાં તપાસ ટીમ ઢીલી

12:55 PM Jun 12, 2024 IST | admin
મોરબીના ઝૂલતા પુલ નજીક થતા બાંધકામનો રિપોર્ટ આપવામાં તપાસ ટીમ ઢીલી

પાંચ દિવસ થવા છતાં પણ અહેવાલ રજૂ નહીં કરતા તપાસ કમિટી સામે લોકોમાં ઉઠેલા સવાલ: કલેકટરના આદેશનો ઉલાળિયો કર્યો હોવાની શહેરમાં ચર્ચા

Advertisement

કોઈ દુર્ઘટના કે કાંડ થાય ત્યારે લોકો મરનાર પ્રત્યે સાંત્વનતા પાઠવતા હોઈ , દોષીઓ ને ધિક્કારતા હોઈ,સરકાર વળતરની વાતું કરતી હોઈ, કોઈ ચમરબંધી ને છોડવામાં નહિ આવે ના દેકારા થતાં હોઈ પરંતુ ઘટના પહેલા કોઈ પણ ગંભીરતા લેતા નથી
મોરબી મરછુ નદીના પટમાં ઝૂલતા પૂલ દુર્ઘટના સ્થળ પર જ્યાં 135 થી વધુ લોકો ના જીવ ગયા તે સ્થળ પર છઈઈનું પાક્કું બાંધ કામ થઈ રહિયુ છે જેની મોરબીના જાગૃત નાગરિક કે. ડી. પંચાસરા (લંકેશ) દ્વારા કલેક્ટર ને અરજી કરવામાં આવી હતી જેમાં તંત્ર સામે ખૂબ જ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા કે જે બાંધકામ થઈ રહીયું છે તેનાથી નદીની પહોળાઈ ખુબજ ઘટી ગઈ છે જેથી વધુ વરસાદ થતાં ડેમ ના પાટિયા ખોલતા પાણી નું લેવલ ભય જનક સપાટી વટાવી શકે છે અને ફરી પાછું મચ્છુ હોનારત નું પુનરાવર્તન થઈ શકે છે

ટીઆરપી ગેમ ઝોનની આગ હજી ઠરી નહિ ત્યાં મોટી દુર્ઘટનાની અરજી મળતા કલેક્ટર દ્વારા અરજીની ગંભીરતા સમજી કલેકટરે પ્રાંત અધિકારી , સિટી મામલતદાર , ડીએલઆર મોરબી અને ચીફ ઓફિસર નગરપાલિકા ને ટોચ અગ્રતા સાથે પાંચ દિવસ માં અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છો તથા કાર્યપાલક ઇજનેર સિંચાઇ સ્ટેટ ને પાણીના લેવલ અને હોનારત અંગેનો અહેવાલ રજૂ કરવા તાકીદ કરી છે જો વિલંબ થશે તો જવાબદારી આપની રહેશે તેવી ટકોર પણ કરી છે

Advertisement

કલેક્ટરના આદેશ બાદ પ્રાંત અધિકારી સુશીલ પરમાર ની અધ્યક્ષતા માં કમિટી બનાવી પણ આજ દિન સુધી અહેવાલ નો જવાબ આપવાની તસ્દી લીધી નથી જાણે કલેક્ટરના આદેશને ઘોળીને પી ગયા હોઈ અરજદાર દ્વારા આ અંગે સતર્કતા રાખતા અહેવાલ અંગે પ્રાંત અધિકારી સુશીલ પરમાર ને પૂછતા તેને ઉડાવ જવાબ આપ્યો કે અમારે બીજા કામ છે વગેરે વગેરે મોરબી ના પ્રાંત અધિકારી ને ફક્ત મલાઈ વાળી મોંઘી જમીનની ફાઈલો માં જ રસ છે જેને મોરબીના લોકો ની સુરક્ષા માં કોઈ રસ નથી,મોરબી કલેક્ટર પાંચ દિવસ માં અહેવાલ ન કરનાર વિરૂૂદ્ધ પગલાં લેશે કે પછી આવ ભાઈ હરખા આપને સહુ સરખા જેવી જૂની કહેવતને સાચી પાડશે
દૂધના દાઝ્યા છાશ પણ ફૂકીને પીવે તેમ મોરબી નગરના ચીફ ઓફિસરે વટાણા વેરી નાખ્યા કે બાંધકામ અંગે કોઈ મંજૂરી લેવામાં આવી નથી થઈ રહેલ બાંધકામ મંજૂરી વગરનું હોઈ જેથી કામ તાત્કાલિક બંધ કરવા તથા થયેલ બાંધકામ 30 દિવસમાં હટાવી લેવા નોટિસ આપવામાં આવી છે પરંતુ સિંચાઇ વિભાગ હજી ગોલગોળજ જવાબ આપી ક્યાંકને ક્યાંક કહી છુપાવી રહ્યું હોઈ તેવું દેખાય રહ્યું છે

ભૂતકાળમાં ધાંગધ્રા ગુરુકુળ દ્વારા પણ ગેરકાયદે બાંધકામ કરી બનાવતી સહી સિક્કા વાળા દસ્તાવેજો નો પર્દાફાશ થયો છે હાલ આવી અનેક જગ્યા ની તપાસ થઈ તો ટીઆરપી ગેમ ઝોનની જેમ મોરબી નો પણ મનોજ સાગઠીયા પણ નીકળે તેવી શક્યતા છે

હાલ મોરબી જનો માં પણ આ વિષયે ચર્ચા નો માહોલ સર્જ્યો છે જેથી મોરબી કલેક્ટરે જિલ્લા ના જવાબદાર વ્યક્તિ તરીકે અને નૈતિકતા થી પ્રેસ મીડિયા કે કોઈ પ્લેટફોમ થી જાહેર કરવું જોઈ કે જે અરજી થઈ તે ખોટી છે જે બાંધકામ થઈ રહ્યું છે તે નિયમ મુજબ અને દરેક મંજૂરી સાથે થઈ રહીયુ છે અન્યથા રજુવાત સાચી છે માટે ચોમાસા પહેલા તત્કાલીન દબાણ દૂર કરવામાં આવશે કા તો મોરબી ના લોકો માટે લાઈફ જેકેટ નું વિતરણ કરવામાં આવશે અને જો કોઈ ઘટના ઘટશે તો તેની જવાબદારી જિલ્લા પ્રસાશનની રહેશે. સૂત્રો ની માહિતી મુજબ આ ઘટના ના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે હવે સરકાર રાજકોટ ઝછઙ વાળી ના થઈ એ બાબતે ખુબજ ગંભીર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement