For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોનાનો ઘડો કાઢી દેવાની લાલચે ઢોંગી તાંત્રિકે માહિલાની આબરૂ લૂંટી

11:51 AM Jun 10, 2024 IST | Bhumika
સોનાનો ઘડો કાઢી દેવાની લાલચે ઢોંગી તાંત્રિકે માહિલાની આબરૂ લૂંટી
Advertisement

રાજકોટમાં મહિલાની નણંદને તાંત્રિક વિધિ કરી 15 કરોડ અપાવવાની લાલચ આપી હતી: 1.16 લાખ પડાવી લીધા

મૂળ રાજસ્થાનના ઢોંગીને ગીર સોમનાથ પોલીસે ઝડપી મુદ્દામાલ રિકવર કર્યો, રાજકોટ પોલીસે કબજો લીધો

Advertisement

રાજકોટની પરપ્રાંતિય પરિણીતાને તાંત્રિક વિધિ દ્વારા તેનાં મકાનમાંથી સોનુ કાઢી દેવાનું કહી તેની પાસેથી રૂૂા.36 હજાર પડાવી ગુરુજીએ તેની ઉપર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે.આરોપીએ ભોગ બનનારની નણંદને પણ આ જ રીતે 15 કરોડ બનાવી દેવાની લાલચ આપી તેની પાસેથી પણ રૂા.80 હજાર પડાવ્યા હતા. ભક્તિનગર પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી, દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય ગુજારવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હતી જેમાં મૂળ રાજસ્થાનનાં જયપુરમાં રહેતા આરોપી ભુષણપ્રસાદ રાજદેવપ્રસાદ સૈની (ઉં.વ.57)ને ગીર સોમનાથ પોલીસે તેમને ઝડપી લીધો હતો.તેમજ તેમની પાસેથી મૂર્તિ અને દાગીના પણ મળી આવ્યા હતા.

પરિણીતાના માસીજીની પુત્રી હાલ માંગરોળ રહે છે.તેના ઘરે બે માસ પહેલા તેની સાસુ ગઈ હતી. જ્યાં તેની સાસુને તેણે એવી વાત કરી હતી કે, અમારા ઘરે એક ગુરૂૂજી આવ્યા હતા.જેને ઘરની જમીનમાં જો કિંમતી ચીજવસ્તુઓ કે ઝવેરાત હોય તો ખબર પડી જાય છે.અમારા મકાનમાંથી તેણે મહાદેવનાં પરિવારની મૂર્તિઓ, લક્ષ્મીજીની મૂર્તિઓ અને સોનાના મોતી કાઢી આપ્યા છે.આ વાત સાસુએ તેને કરી હતી.ગઈ તા.13 મેના રોજ તેના સાસુ અને માસીજીની પુત્રી મોરબી રોડ પર રહેતી નણંદના ઘરે ગયા હતા તે દિવસે સાંજે સાસુએ તેને કોલ કરી કહ્યું કે, ગુરૂૂજી હાલ રાજકોટમાં છે અને તેને ફોન કરાવી આપણા મકાને પગલા પાડવા બોલાવ્યા છે.
થોડીવાર બાદ તેની સાસુ, નણંદ અને માસીજીની પુત્રી તેનાં ઘરે આવ્યા હતા.સાંજે ગુરુજી કારમાં ઘરે આવ્યા હતા.ચા પીધા બાદ ગુરુજીએ તેને સાથે આવવા કહ્યું હતું.ત્યારબાદ આખા શરીરે લીંબુ અડાડી, વિધિ બાદ તેની નણંદને કહ્યું કે, હું તમને 15 કરોડ બનાવી આપીશ, પરંતુ તમારે મને 70 હજાર આપવા પડશે.ત્યારબાદ તેની નણંદે 70 હજાર ટ્રાન્સફર કર્યા હતાં.જ્યારે તેણે 35 હજાર રોકડા આપ્યા હતાં.બે દિવસ બાદ ગુરુજી ફરીથી તેનાં ઘરે આવ્યા હતાં.તે વખતે તેને એક રૂૂમમાં લઈ જઈ, આંખો બંધ કરી, બેસી જવાનું કહ્યા બાદ તેનાં શરીર પર હાથ ફેરવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં અડધા વસ્ત્રો ઉતરાવી ફરીથી શરીર પર હાથ ફેરવી કહ્યું કે,અભી શક્તિ નહીં મિલ રહી હે આ પછી જતાં રહ્યા હતાં.

ત્યારબાદ ગુરુજી બે-ત્રણ દિવસે તેનાં ઘરે આવી, મકાનમાંથી સોનુ કાઢી દેવાની લાલચ આપી, તેનાં વસ્ત્રો કઢાવી, આખા શરીરે હાથ ફેરવતો રહ્યો.

હતો.આ કૃત્ય છ વખત કર્યું હતું. છેલ્લે ગઈ તા. 4નાં રોજ રૂૂમમાં જે ખાડો ખોદાવ્યા હતો.ત્યાં ચુંદડી, નાળીયેર, હળદરથી અગરબતી કરી વિધિ કરી હતી.આમાથી સોનુ ભરેલો હાંડો નીકળશે તેમ કહી બળજબરીથી સુવડાવી, તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.બાદમાં બીજા દિવસે કોલ કરી ખાડો બુરાવી નાખવાનું કહી પોતાનો ફોન સ્વીચ ઑફ કરી દીધો હતો.આ મામલે ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં એસઓજીના જે.એન.ગઢવી અને પીએસઆઈ વી.કે.ઝાલા સહિતના સ્ટાફે આરોપીને પકડી તેમની પાસેથી મૂર્તિ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

લોભ-લાલચ આપતા ઢોંગી તાંત્રિકોથી સાવધાન:પોલીસ

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે,આરોપી કાપડનો ધંધો કરે છે.ખરીદી વગેરે માટે અવાર-નવાર અમદાવાદ અને જૂનાગઢ આવતો હતો.કોડીનાર પણ જતો હતો.આ મામલે ગીરસોમનાથ અને રાજકોટ પોલીસે જણાવ્યું હતું કે,આવા ઢોંગી તાંત્રિક દ્વારા કોઈ સોનાની કે પૈસાની લાલચ આપે તો તેની વાતોમાં નહીં આવવા પ્રજાજનોને જણાવ્યું હતું તેમજ આવા લોકો જો કોઈ લાલચ આપે તો તુરંત 100 નંબર પર પોલીસનો સંપર્ક કરે.

Advertisement
Tags :
Advertisement
Advertisement