For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરણા પકડીને ફોટોસેશન કરવાની નેતાઓને હાઈકમાન્ડની મનાઈ

03:39 PM Dec 27, 2023 IST | Sejal barot
સાવરણા પકડીને ફોટોસેશન કરવાની નેતાઓને હાઈકમાન્ડની મનાઈ

સ્વચ્છતાએ જ સેવા અભિયાનના ભાગરૂપે 15 સપ્ટેમ્બરથી મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મહાનગરપલિકાના સફાઈકર્મચારીઓ, અધિકારીઓ અને નેતાઓ સહિતના હાથમાં જાડુ લઈને સફાઈ કરવા લાગ્યા છે. શરૂઆતમાં ઝુંબેશ દરમિયાન અનેક નેતાઓએ હાથમાં ઝાડુ પકડી ફોટા પડાવી ન્યુઝ પેપર મારફતે પ્રસિધ્ધી મેળવી હતી તેમજ સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટા વાયરલ કરતા તેની ભારે ચર્ચા જાગી હતી. લોકો કહેવા લાગ્યા હતા કે, સફાઈ તો થતી નથી ફક્ત ફોટા પડાવવા માટે હાથમાં ઝાડુ પકડવામાં આવી રહ્યું છે. આ ચર્ચાના પડઘા ભાજપ મવડી મંડળના કાને પડતા હવે ફક્ત સ્વચ્છતામાં ધ્યાન આપો પ્રસિધ્ધિ માટે ફોટા ન પડાવવાની કડક સુચના ઉપરથી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
રાજકોટ શહેરને સુંદર અને રળિયામણું બનાવવા મહાનગરપાલિકા દ્વારા અનેક વખત સ્વચ્છતા અંતર્ગતની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. વન ડે વન વોર્ડ, વન ડે ટુ વોર્ડ તેમજ ગાંધીજયંતિ નિમિતે સ્વચ્છ ભારત તેમજ હાલમાં સ્વચ્છતાએ જ સેવા અભિયાન અંતર્ગત સતત સફાઈકામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે દિવસે દિવસે રાજકોટ શહેર સ્વસ્છ થતું જાય છે. સફાઈકામગીરીમાં મુખ્યત્વે સફાઈકામદારોનો અગત્યનો ફાળો રહ્યો છે. તેમ પર્યાવરણ વિભાગના અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીઓ દદ્વારા સફાઈ બાબતે વાબદારી પૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ કોઈપણ અભિયાનનો પ્રારંભ થાય ત્યારે તેને લીલીઝંડી આપવા માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અથવા અધિકારીઓ આવતા હોય છે. અને યોજનાનો પ્રારંભ કરાવે છે. ગત તા. 15 નવેમ્બરના રોજ વન ડે ટુ વોર્ડ યોજનાનો પ્રારંભ થયો હતો જે ગુજરાતભરમાં અલગ અલગ નામ સાથે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવેલ તે સમયે નેતાઓ દ્વારા અભિયાનનો પ્રારંભ કરાવતી વખતે હાથમાં જાડુ પકડીને ફોટોસેશન કરાવેલ ફક્ત કામ શરૂ કરાવી જાડુ મુકી નેતાઓ તો ચાલ્યા ગયા જ્યારે બાકીનું કામ આજ સુધી સફાઈકામદારો દ્વારા કરવામાં આવી રહ્યું છે. નેતાઓએ જાડુ સાથે પડાવેલા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક લોકોએ મો મચકોડિયા હતા અને ફક્ત ફોટા પડાવવા માટે હાથમાં જાડુ પકડાય છે તેવી પણ લોકોમાં ચર્ચા જાગેલ જેની ઉપર સુધી નોંધ લેવામાં આવી હોય તેમ ભાજપના મવડી મંડળ દ્વારા હવે ફક્ત સફાઈકામગીરી બતાવો પ્રસિધ્ધી માટે ફોટા ન પડાવવાની સુચના આપી હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement