For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોમાસું ફુલ સ્પીડે આગળ વધી રહ્યું હોવા છતાં હીટવેવ યથાવત રહેશે

11:11 AM Jun 07, 2024 IST | admin
ચોમાસું ફુલ સ્પીડે આગળ વધી રહ્યું હોવા છતાં હીટવેવ યથાવત રહેશે

આઇએમડીએ તેના બુલેટિનમાં આગાહી કરી છે કે પંજાબ, હરિયાણા ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીની લહેર સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે.

Advertisement

પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ યુપીના કેટલાક સ્થળોએ વીજળીના ચમકારા સાથે વાવાઝોડાની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને તેજ પવન (40-50 કિમી પ્રતિ કલાક સુધી) સાથે વાવાઝોડું/ધૂળનું તોફાન આવવાની અપેક્ષા છે.

આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ વગેરેમાં ભારે વરસાદ. દક્ષિણ દ્વીપકલ્પમાં ચોમાસાની શરૂૂઆત સાથે, કેરળ અને તેની નજીકમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ચોમાસાની બીજી શાખાની અસરને કારણે પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદ થશે.

Advertisement

આઇએમડીએ તેના હવામાન બુલેટિનમાં જણાવ્યું હતું કે, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, આસામ અને મેઘાલય, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાનની આગાહી કરતી એજન્સીએ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર વગેરેમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી, કરા અને વાવાઝોડાના પવનની આગાહી કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement