For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભરૂચની શાન, બ્રિટીશરોએ બાંધેલો ગોલ્ડન બ્રિજ 144 વર્ષે અડીખમ

03:59 PM May 17, 2024 IST | Bhumika
ભરૂચની શાન  બ્રિટીશરોએ બાંધેલો ગોલ્ડન બ્રિજ 144 વર્ષે અડીખમ
Advertisement

1877માં 45.65 લાખના અધધ ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો હતો, દોઢ કિ.મી. લંબાઈ, લોકો ગર્વભેર કહે છે "યહ અંગ્રેજો કે જમાને કા બ્રિજ હૈ”

જેને 'Jwelle of Narmada River'કહી શકાય તેમજ ભરૂૂચની આન, બાન અને શાન એવા ભરૂૂચને અંકલેશ્વર સાથે જોડતા ગોલ્ડન બ્રિજનો કાલે Happy Birthday હતો.

Advertisement

બાજુમાં નર્મદા મૈયા બ્રિજ બની ગયો કે તે પહેલાં પૂર્વમાં ઝાડેશ્વર ખાતે સરદાર બ્રિજ બન્યો કે 5 કિમિ દૂર પશ્ચિમમાં કૂકરવાડા-સરફુદ્દીન વચ્ચે નવો બ્રિજ બની રહ્યો હોય, પણ લગભગ 1 સદી સુધી રેલવે બ્રિજને છોડી ભરૂૂચ-અંકલેશ્વર કે બાકીના ગુજરાતને દક્ષિણ ગુજરાત સુધી જોડતી કડી માત્ર ગોલ્ડન બ્રિજ હતો તો અતિશયોક્તિ ન કહી શકાય !

143 વર્ષ પૂર્ણ કરી 144 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલો ગોલ્ડન બ્રિજ સમયના અનેક ઘા ખમી રીટાયર થઈ સેવામુક્ત થનાર ઢળતી ઉંમરે ટટ્ટાર ઉભેલા વડીલ સમાન ભાસી રહ્યો છે. ભરૂૂચ અને અંકલેશ્વરના હજારો નાગરિકોની લાગણી અને યાદો ગોલ્ડન બ્રિજ સાથે જોડાયેલી છે. પછી તે 1970 અને 2001નો ભૂકંપ હોય કે 1970, 1984, 1990, 1994, 2013, 2020 કે 2023ના નર્મદાના મહા વિનાશક પૂર હોય !

તા. 7 ડિસેમ્બર 1877ના રોજ બ્રિટિશ સરકારે બાકીના ગુજરાતને મુંબઈ સાથે જોડવા નર્મદા નદી ઉપર પુલનું બાંધકામ શરૂૂ કરાવ્યું હતું, જે સાડા ત્રણ વર્ષ પછી આજની તારીખે એટલે કે તા. 16 મે 1881ના રોજ પૂર્ણ થયું હતું અને પૂલ પ્રજા માટે ખુલ્લો મૂકાયો હતો. સંપૂર્ણપણે લોખંડના બનેલા આ પૂલ પાછળ તે સમયે અ…ધ..ધ… કહી શકાય એવા રૂૂ. 45.65 લાખનો ખર્ચ થયો હતો. માટે લોકબોલીમાં આ પૂલ ગોલ્ડન બ્રિજ તરીકે પ્રચલિત થઈ ગયો છે.

ટેક્નિકલ ભાષામાં પગોલ્ડન બ્રિજથની ડિઝાઇન Through Arch Bridge પ્રકારની છે જ્યારે લંબાઈ 1412 મીટર એટલે કે 4633 ફૂટ એટલે કે લગભગ દોઢ કિમિ જેટલી છે. ગોલ્ડન બ્રિજ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હવે ભલે સેવામુક્ત થઈ ગયો હોય પણ ભરૂૂચ-અંકલેશ્વરવાસીઓ ગર્વથી એમ કહી શકે કે - યહ અંગ્રેજો કે જમાને કા બ્રિજ હૈ

Advertisement
Tags :
Advertisement
Advertisement