For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુવતી ઉપર ચાર શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચરી માર માર્યો

05:30 PM May 09, 2024 IST | Bhumika
યુવતી ઉપર ચાર શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચરી માર માર્યો
Advertisement

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સગીરા અને યુવતીઓ પર છેડતી તેમજ દુષ્કર્મની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. આ બનાવમાં સૌપ્રથમ આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરવામાં આવે છે ત્યારબાદ યુવતીઓ અને તરુણીને ફસાવી દુષ્કર્મ ગુજારવામાં આવે છે.

રાજકોટમાં એક વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષની એક યુવતિ કે જે ત્રણેક વર્ષથી પ્રેમી સાથે પત્નિની જેમ રહેતી હતી તેણીની સાથે પતિ,તેના મિત્ર સહિત ચાર જણાએ સામુહિક બળાત્કાર ગુજારી પટ્ટા અને પાઈપથી મારમારી મારી ત્રાસ ગુજારતાં તેણી ઝનાના હોસ્પિટલમાં દાખલ થતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે.

Advertisement

પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,બાવીસ વર્ષની એક યુવતિ ઝનાના હોસ્પિટલમાં પોતાની માતા સાથે પહોંચી હતી અને પોતાની સાથે ગઇકાલે બપોરે પતિ, તેના બે ભાણેજ અને તેના મિત્રએ મારમારી સામુહીક બળાત્કાર ગુજારી મારકુટ કર્યાનો આક્ષેપ કરતાં ઝનાના હોસ્પિટલ દ્વારા તાલુકા પોલીસમાં નોંધ કરાવવામાં આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

યુવતિએ ત્રણેક વર્ષથી યુવાન સાથે રહે છે અને તેણીને એક સંતાન છે.તેમણે મૈત્રીકરાર કર્યા છે કે લગ્ન કર્યા હતા? તેની તપાસ પોલીસ કરી રહી છે.

યુવતિએ આક્ષેપ કર્યો છે કે તેણીને ગુપ્તભાગે ઇજા કરી તેમજ બાંધીને પટ્ટાથી મારકુટ કરી તેમજ ચારેયએ શારીરિક સંબંધ બાંધી લીધો હતો.આ ગંભીર આક્ષેપોને પગલે તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement