For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

18મી લોકસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ, પ્રથમ દિવસે PM મોદી સહિત 280 સાંસદો લેશે શપથ

10:18 AM Jun 24, 2024 IST | Bhumika
18મી લોકસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ  પ્રથમ દિવસે pm મોદી સહિત 280 સાંસદો લેશે શપથ
Advertisement

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ બાદ 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થશે. લોકસભાનું આ સત્ર 3 જુલાઈ સુધી ચાલશે. સત્રના 10 દિવસમાં કુલ 8 બેઠકો થશે. આ સત્રની શરૂઆત નવા ચૂંટાયેલા સભ્યના શપથ સાથે થશે, જે બે દિવસ સુધી ચાલશે. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદ તરીકે શપથ લેશે. પ્રથમ દિવસે કુલ 280 સાંસદો શપથ લેશે. આ પછી, 26 જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે અને 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.

સત્રના છેલ્લા બે દિવસે સરકાર રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ લાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈએ લોકસભા અને 3 જુલાઈએ રાજ્યસભાને સંબોધિત કરશે. આ પછી બંને ગૃહમાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે. છેલ્લા 10 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનાર નરેન્દ્ર મોદીને જોરદાર વિરોધનો સામનો કરવો પડશે. સત્રની શરૂઆત પહેલા જ પ્રોટેમ સ્પીકરના મુદ્દે વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો છે.

Advertisement

ભર્તૃહરિ મહતાબ પ્રોટેમ સ્પીકર છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાજપના નેતા અને સાત વખતના સાંસદ ભર્તૃહરિ મહતાબને લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. મહતાબ નીચલા ગૃહના નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવશે અને લોકસભા અધ્યક્ષની ચૂંટણી સુધી સંસદની કાર્યવાહી માટે તેમની ફરજો નિભાવશે.

રાષ્ટ્રપતિએ લોકસભાના પાંચ વરિષ્ઠ સભ્યો - કે સુરેશ (કોંગ્રેસ), ટી આર બાલુ (દ્રવિડ મુનેત્ર કઝગમ), રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તે (બંને ભાજપ) અને સુદીપ બંદોપાધ્યાય (તૃણમૂલ કોંગ્રેસ)ની પણ નિમણૂક કરી હતી,. 24 જૂને થી શરૂ થઈ રહેલા લોકસભા સત્રના પ્રથમ ત્રણ દિવસમાં યોજાનારી પ્રક્રિયામાં મહતાબને મદદ કરશે.

પ્રોટેમ સ્પીકરને લઈને વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સરકાર પર સંસદની પરંપરાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકારે 8 વખતના સાંસદ સુરેશના પ્રોટેમ સ્પીકર પદના દાવાની અવગણના કરી છે. જો કે, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસના આરોપોને ગેરમાર્ગે દોરનારા ગણાવીને ફગાવી દીધા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement