For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાની 8 સંવર્ગની જગ્યાઓની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર

04:34 PM Jun 11, 2024 IST | Bhumika
મનપાની 8 સંવર્ગની જગ્યાઓની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાની 08(આઠ) સંવર્ગની જગ્યાઓની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર પ્રસિદ્ધ તારીખ:10/06/2024 રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત આપવામાં આવેલ.

જેમાં તા.27/01/2024 નાં રોજ (1) ફાર્માસીસ્ટ-17 (2) ફિલ્ડ વર્કર-27 ની લેખિત પરીક્ષા કુલ-06 કેન્દ્રો ખાતે લેવામાં આવેલ હતી અને તા.28/01/2024 નાં રોજ (1) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂૂષ)-33 (2) ફિમેલ હેલ્થ વર્કર(ફક્ત સ્ત્રીઓ માટે)-52 (3) મેડીકલ ઓફિસર-7 (4) લાઈનમેન-33 (5) લેબ.ટેકનીશીયન-15 અને (6) સ્ટાફ નર્સ-5 ની રાજકોટના જુદા-જુદા કુલ-20 કેન્દ્રો ખાતે લેખિત પરીક્ષા લેવામાં આવેલ હતી.

Advertisement

ઉપરોક્ત વિગતે તા.27/01/2024 અને તા.28/01/2024 નાં રોજ લેવાયેલ લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટwww.rmc.gov.in પર RECRUITMENT SECTION પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની સબંધિત ઉમેદવારોને જાણ કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement