For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સીરપકાંડના મુખ્ય આરોપી કિશોર સોઢાના પિતાનું જ સીરપ પીવાથી મોત

04:13 PM Dec 06, 2023 IST | Sejal barot
સીરપકાંડના મુખ્ય આરોપી કિશોર સોઢાના પિતાનું જ સીરપ પીવાથી મોત

ખેડા સિરપ કાંડમાં એક પછી એક તપાસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. જ્યાં બીજી બાજુ સિરપ કાંડથી છ લોકોના મોતનો મામલો સામે આવ્યો હતો. આ વચ્ચે નશાકારક સિરપ કાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. જેમાં 72 વર્ષીય સકર સોઢા નામના વૃદ્ધનું મોત થતાં ફરી આ ઘટના ચર્ચામાં આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, થોડાં દિવસ અગાઉ ખેડાના નડિયાદમાં બિલોદરા ખાતે સિરપ કાંડમાં શરૂૂઆતમાં 5 લોકોના શંકાસ્પદ મોત થયા હતા. જે પછી કેટલાંક લોકોને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં હવે એક 72 વર્ષીય સકર સોઢા નામના વૃદ્ધનું મોત થયું છે. જેમને છેલ્લા 7 દિવસથી અમદાવાદ સિવિલમાં દાખલ હતા.
નોંધનીય બાબત એ છેકે મૃતક સકર સોઢા મુખ્ય આરોપી કે બિલોદરામાં નશાકારક સિરપનું વેચાણ કરતો હતો તે, કિશોર સોઢાના પિતા છે. કિશોર પાસેથી જ સિરપ પીધી હતી તેના પિતાએ જ પીધી હોવાનો ખુલાસો થયો છે. જે પછી 7 દિવસ તેમની અમદાવાદ સિવિલમાં સારવાર કરવામાં આવી હતી. જ્યારે ગઈકાલે સિવિલમાં મોડી રાતે સાકર સોઢાનું મોત થયું છે.
છેલ્લા ઘણાં દિવસોથી આ સિરપ કાંડમાં મુખ્ય આરોપીથી લઈ નશાની ફેક્ટરી ચલાવનાર લોકોના ખુલાસા થઈ રહ્યા છે. આ વચ્ચે તપાસનો ધમધમાટ ચાલી રહ્યા છે. જેમાં હવે સિરપકાંડમાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ મામલે પોલીસ દ્વારા રાજ્યભરમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement