For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરડીના રસમાં ઝેર ભેળવી પિતા અને પત્નીને મોતને ઘાટ ઉતાર્યા, અંતિમ વિધિ પણ કરી નાખી

04:27 PM May 04, 2024 IST | Bhumika
શેરડીના રસમાં ઝેર ભેળવી પિતા અને પત્નીને મોતને ઘાટ ઉતાર્યા  અંતિમ વિધિ પણ કરી નાખી
Advertisement

વડોદરાના તરસાલી વિસ્તારમાં સોની પરિવારના મોભીએ ખુની ખેલ ખેલી શેરડીના રસમાં કાતીલ ઝેર ભેળવી પિતા પત્ની અને પુત્રએ પીવડાવી દેતા પિતા અનેપત્નીનું સારવાર દરમિયાન મૃત્યુ અને પત્નીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પુત્ર જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે પિતા,પત્નીની હત્યા કર્યા બાદ મોભીએ બંન્નેની બારોબાર અંતિમ વિધી કરી નાખી હતી પરંતુ પોલીસને બનાવની જાણ થતા સોની પરિવારના મોભીએ પણ ઝેર દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

વડોદરાના તરસાલી વિસ્તારમાં પરિવારને શેરડીના રસમાં ઝેર આપી દેતાં પિતા અને પત્નીનું મોત થયું હતું. બાદમા પતિએ બન્નેના પોલીસની જાણ બહાર અંતિમસંસ્કાર કરી નાખ્યા હતા, જ્યારે પુત્રને સયાજી હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યો છે. તે પણ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછ પછી ઝેર પિવડાનાર પરિવારના મોભીએ ઝેર પી લેતાં તેમને પણ સારવાર માટે ખસેડાયા છે.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ, વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા સોની પરિવારના મોભી ચેતનભાઈએ શેરડીના રસમાં ઝેર ભેળવી પરિવારને પીવડાવી દીધું હતું, જેમાં ચેતનભાઈની પત્ની બિંદુબેન સોની અને પિતા મનોહરલાલ સોનીનું મોત નીપજ્યું હતું, આથી ચેતનભાઈએ પોલીસને જાણ કર્યા વિના જ બન્નેના અંતિમસંસ્કાર કરી નાખ્યા હતા, જ્યારે ચેતનભાઈનો પુત્ર આકાશ સોની હાલ સયાજી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે અને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.

પોલીસે જ્યારે ચેતનભાઈની પૂછપરછ કરી હતી ત્યારે તેમણે પણ ઝેર પી લેતાં સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચેતનભાઈ સામે 302ની કલમ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘર બહાર ઝાળીએ ચેતનભાઈના પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુબેનનાં અસ્થિના કળશ બાંધેલા જોવા મળ્યા હતા. શેરડીના રસમાં પોટેશિયમ સાઇનાઇટ ભેળવવામાં આવ્યું હતું. પાડોશીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી ભાડે રહેતા હતા, ક્યારેય કઈ ઝઘડો કે કાંઈ સાંભળવા મળતું નહોતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement