For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોવિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી હુમલો કરનાર યુવતીના પરિવારજનો પકડાયા

12:16 PM Jun 04, 2024 IST | Bhumika
મોવિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી હુમલો કરનાર યુવતીના પરિવારજનો પકડાયા
Advertisement

ગોંડલના મોવૈયા ગામે કડવા પટેલ સમાજની વાડી પાસે રહેતા અનેકડિયા કામ કરતા રાજેશ ઉર્ફે લાલો ચકુભાઈ ગાજીપરા ઉ.વ.36 નામના પટેલ યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કડિયાકામ કરતા પટેલ યુવક ચાર બહેનનો એકનો એક ભાઈ છે તેના સાત વર્ષ પહેલા પટેલ યુવતિ સાથે લગ્ન થયા હતા પરંતુ બન્ને વચ્ચે અણબનાવ બનતા પાંચ વર્ષ પહેલા છુટાછેડા લઈ લીધા હતાં.ત્યાર બાદ પટેલ યુવકને મોવૈયા ગામની જ રૂપાબેન રસિકભાઈ ગોહેલ નામની કોળી યુવતિ સાથે આંખ મળી જતાં બન્નેએ મૈત્રીકરાર કર્યો હતો અને ગત તા. 2-5-2024ના બગસરાના આદીપુર ગામે લગ્ન કરી લીધા હતાં.એક મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર યુગલને ગામમાં ઝઘડો થાય તેવો ડર હોય પટેલ યુવક રામોદ ગામે પોતાના બહેનના ઘરે પત્ની સાથે રહેવા જતો રહ્યો હતો.ગઈકાલે સાંજના સાતેક વાગ્યે દંપતિ બાઈક ઉપર મોવૈયા ગામે કામસર આવ્યા હતાં જેની જાણ યુવતિના પરિવારજનોને થતાં ચારેય આરોપીઓએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા, દોરડા વડે દંપતિને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Advertisement

આ બનાવ બાદ દંપતિને ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય હતાં.આ બનાવ અંગે પોલીસે યુવતિના પરિવારજનો સામે ગુનો નોંધી ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર.આર.સોલંકી,એએસઆઈ રીનાબેન અને સ્ટાફે આરોપી અરવિંદભાઇ પોપટભાઇ ગોહેલ,સાગરભાઇ ધીરૂૂભાઇ મકવાણા,હંસરાજભાઇ ભીખુભાઇ ગોહેલ અને ટીનાબેન હંસરાજભાઇ ભીખુભાઇ(રહે.ચારેય મોવીયા તા.ગોંડલ)ની ધરપકડ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement