સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

જામનગરના મોલના મામલે પૂર્વ મંત્રીને દુ:ખે છે પેટ અને કુટે છે માથુ

11:35 AM Jun 15, 2024 IST | admin
Advertisement

મંત્રીએ પોતાના ઘર પાસે મોલ હોવાથી તેમના અહમને સંતોષવા અગાઉ પણ મોલ બંધ કરાવવા પ્રયાસો કર્યા હતાં

Advertisement

હાઇકોર્ટે પણ આ મામલે યોગ્ય કોમ્પલાયન્સ તપાસ્યા બાદ બેનને દાદ આપી નહોતી : તમામ કોમ્પલાયન્સ સાથે ચાલતાં ક્રિસ્ટલ મોલના પ્રમોટરો બદનક્ષી સહિતની કાનુની લડત આપશે

તાજેતરમાં રાજકોટમાં ટી.આર.પી. આગકાંડ બન્યો છે તેની આડમાં જામનગરમાં ભાજપના પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ પોતાના ઘર નજીકના ક્રિસ્ટલ મોલને ફરી એક વખત નિશાન બનાવી પોતાનો અંગત અહમ સંતોષવા કાર્યરત થયા છે. આ અંગ્ ક્રિસ્ટલ મોલના પ્રમોટરો એ જણાવ્યુ છે કે વસુબેન ત્રિવેદીથી જામનગર પરિચિત છે. વસુબેન હાલમાં જે રાજકોટની ઘટના બની છે તેની આડ નીચે પોતાના અંગત રાગદ્વેષને સંતોષવા માંગે છે.

વાસ્તવમાં જયારે ક્રિસ્ટલ મોલ બન્યો ત્યારે પણ આ બહેનને તેમના ઘર પાસે મોલ ન બને તેવી માનસિકતા હતી. તેઓ પાવરમાં હોવાથી વિવિધ અધિકારીઓ દ્વારા હવનમાં હાડકાં નાંખવા કોશિષ કરતાં હતા. પરંતુ ક્રિસ્ટલ મોલના પ્રમોટરોએ તમામ પ્રકારની સરકારી એજન્સીઓના એન.ઓ.સી. મેળવી ક્રિસ્ટલ મોલનો પ્રારંભ કર્યો હતો. જેમાં જામનગર મહાનગર પાલિકાના પ્રવર્તમાન જીડીસીઆર મુજબ બાંધકામ મંજુરી આપવામાં આવી છે.તેજ ફાયર વગેરે એન.ઓ.સી. નિયમ મુજબ આપવામાં આવેલ છે.આ ઉપરાંત મુંબઇ સિનેમા રૂૂલ્સ તથા તેને લગતા ડઝનેશ ડિપાર્ટમેનનઆર.એન્ડ બી. ફાયર વગેરે એન.ઓ.સી કલેકટર કચેરી દ્વારા આપવામં આવેલ છે. આવતી તમામ ઓથોરિટીના કોમ્પલાયન્સનો સમાવેશ થાય છે. ક્રિસ્ટલ મોલ દેશમાં અનેક શહેરોમાં રાષ્ટ્રિય કક્ષાની અતિઆધુનિક પ્રોપર્ટી ડેવલપ કરવાનું અને તેને ઓપરેટ કરવાનો અનુભવ ધરાવે છે. ક્રિસ્ટલ ગ્રુપના એક પણ પ્રિમાઇસીસમાં લોકોની સલામતિ અને સવલતો અંગે સમાધાન કરવામાં આવતું નથી. જામનગરના ક્રસ્ટલ મોલમાં હાઇકોર્ટમાં પણ મામલો ગયો હતો. હાઇકોર્ટ સમક્ષ પણ ક્રિસ્ટલ મોલ અને સબંધિત તમામ સરકારી એજન્સીઓએ તેમના કોમ્પલાયન્સ મુકયા હતાં. બેનના આક્ષેપો હાઇકોર્ટમાં પણ ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી.

આઇનોકસ,પીવીઆર અને રિલાયન્સ જેવી કોર્પોરેટ કંપનીઓ કોઇ પણ જગ્યાએ જોડાય ત્યારે સૌ પ્રથમ તેમની લીગલ ટીમ પ્રોપર્ટીની લીગાલીટી,સુરક્ષા,સરકારી એજન્સીઓના તમામ એપ્રુવલ અને પ્રમોટોરની ગુડવીલ જોઇને જ જોડાતાં હોય છે. વસુબેન જે તે સમયે સતામાં હતાં ત્યારે પોતાના અહમને સંતોષી શકયા નથી. આથી ટીઆરપી આગકાંડને પગલે તેઓ પુન: સક્રિય થયા છે. અને કેટલાક પાયાવિહિન મુદાઓ ઉભા કરી મિડિયાને ગેરમાર્ગે દોરી રહયા છે. વસુબેનના આક્ષેપ પણ માત્ર ક્રિસ્ટલ મોલ પૂરતાં જ છે. જો તેમને જામનગરમાં ચાલતાં અન્ય મોલ કે ગેરકાયદે બાંધકામ અંગે સવાલ ઉઠાવતાં નથી. આથી તેમની સામાજીક અને રાજકિય સેવા પણ શંકા પ્રેરિત છે. કોઇને આ ઝુંબેશથી ફાયદો કરાવી આપવાની પણ શંકા જાગે છે. વસુબેને કેટલાંક સવાલથી મિડિયાને ગુમરાહ કરવાની કોશિષ કરી છે તેની સ્પષ્ટતા જરૂૂરી લાગે છે. સૌ પ્રથમ તો મોલની જગ્યા બીન ખેતી કોમર્શિયલ છે. જિલ્લા કલેકટર તંત્રના તમામ એપ્રુવલ બાદ જ અન્ય સરકારી ખાતાઓની મંજુરી મળે એ સામાન્ય લોકો પણ સમજી શકે છે. સમગ્ર જામનગરમાં સૌથી મોટા રોડ ઉપર મોલ કોમર્શિયલ પ્લોટ ઉપર બન્યો છે.

મોલના માર્જીનમાં બહારની બાજુ લોખંડની સીડીનો મુદો ઉઠાવાયો છે. તે કાલ્પનિક છે. ફાયર સ્ટાફને આગના સમયે પ્રોપર્ટીમાં બહારથી પ્રવેશવા માટે મજબુત સીડીની જરૂૂર પડે. જે મોલના માર્જીનમાં આપીને ભવિષ્યની તકેદારી રાખવામાં આવી છે. આમુદો મનઘડત છે.એ જ રીતે પાર્કીંગના મુદે પણ મિડિયાને ગુમરાહ કરવામાં આવ્યુ છે. વાસ્તવમાં મોલમાં 1રપ કારનું સેલર પાર્કીંગ છે. મોલ છેલ્લા 1ર વર્ષથી ચાલે છે. વખતો વખત ફાયર સહિતની જુદી જુદી એજન્સીઓના એન.ઓ.સી. મેળવવામાં આવે છે. જરૂૂરી ચેકીંગ વગેરે થતાં રહે છે. એથી જ આજ સુધી કોઇ ક્રિસ્ટલ મોલની ફરિયાદ આવી નથી. ભવિષ્યમા પણ અમો આ જ તકેદારી જાળવી રાખવા કટીબધ્ધ છીએ. આ જ રીતે ટ્રાન્સફોર્મરનો મુદો ઉઠાવવામાં આવ્યો છે. જે ટ્રાન્સફોર્મર અદ્યતન ડ્રાય ફયુઅલનું છે તે આગ ન લાગે તેવુ ડ્રાય છે. સામાન્ય રીતે વીજ કંપનીના ટ્રાન્સફોર્મર પણ ડિઝલ વગેરે ફયુઅલથી ચાલતાં હોય છે. આમ અહીં પણ ક્રિસ્ટલ મોલ સુરક્ષાની બાબતમાં એક કદમ આગળ છે.


Tags :
gujaratgujarat newsjamanagar newsjamnagar
Advertisement
Next Article
Advertisement