For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોરિયાનેસની સરકારી શાળામાં પીરસાતું શિક્ષણ ઊડીને આંખે વળગે તેવું

04:00 PM Mar 15, 2024 IST | Bhumika
બોરિયાનેસની સરકારી શાળામાં પીરસાતું શિક્ષણ ઊડીને આંખે વળગે તેવું
  • ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન આચાર્ય, શિક્ષકો, છાત્રોને બિરદાવ્યા
  • "બાળકોમાં સુષુપ્ત અવસ્થામાં પડેલી શક્તિઓને ખિલવવા નિરંતર ઈત્તર પ્રવૃત્તિના આયોજનથી વાલીઓ પણ ખુશ"
  • ખોબા જેવડા ગામની શાળાના શિક્ષણનો અન્યોએ ધડો લેવા જેવો: સરકારની જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિની પરીક્ષામાં આ શાળાની ત્રણ દીકરીએ મેરિટમાં મેળવ્યું સ્થાન

આજના બદલાતા જતા સમયની સાથે સાથે શિક્ષણમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે અને ખાનગી શાળાઓ તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓનો વધુ ઝોક જોવા મળી રહ્યો છે. પોતાના સંતાનને ખાનગી શાળામાં એડમિશન લેવાના દેખાદેખીના આજના સમયમાં કેટલીક સરકારી શાળા એવી પણ હોય છે જે આવી ખાનગી સ્કૂલોથી અનેક ગણું ચડિયાતું શિક્ષણ આપીને સંસ્કારની જ્યોત જગાવતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાના એવા બોરીયાનેસ ગામની શાળા પણ આવી જ છે જે બાળકોને પાયાથી સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપે છે.

Advertisement

બોરીયાનેસ મહદંશે દેવીપુજક ની વસ્તી ધરાવતું ખોબા જેવડું ગામ છે પરંતુ ત્યાંની પ્રાથમિક શાળામાં આધુનિક દુનિયા ની સાથે તાલ મિલાવતું ઉચ્ચ ગુણવતાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે.
આ ગામમાં રહેતા શિક્ષણ થી વંચિત દેવીપુજક પરિવારો આમ તો મજૂરી કરીને પેટીયુ રળતા હોય છે અને મજૂરી અર્થે પોતાના કાળજા ના ટુકડા સમાન બાળકો ને શાળા અને શિક્ષકો ના ભરોસે છોડી દૂર દૂર અન્ય જિલ્લાઓમાં પેટિયું રળવા જતા હોય છેપણ જતા હોય છે.સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે તાજેતરમાં આ શાળાની મુલાકાત લીધી ત્યારે તેમણે જે જોયું તે સારીસારી ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવું હતું. શાળાની મુલાકાત દરમિયાન બાળકોમાં ખૂબ નિયમિતતા જોવા મળી હતી. શિક્ષકોના આચાર્યના સઘન અને સખત પ્રયત્નોથી સારું શિસ્ત જોવા મળ્યું. અહીંના બાળકો ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા પછી રાજ્ય સ્તરે રમવા જવાના છે.

અહીંના બાળકોએ ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.ગુજરાત સરકારની જ્ઞાન સાધના મેરીટ શિષ્યવૃત્તિની પરીક્ષામાં નાનકડા ગામની ત્રણ દીકરીઓએ મેરીટમાં આવી અને શાળાનું ગૌરવ વધાર્યુ છે.બાળકોને વિવિધ પ્રવૃત્તિ જેવી કે અંગ્રેજી સુધરે માટે સ્પેલિંગ સ્પર્ધા, ગુજરાતી માટે કાવ્ય સ્પર્ધા, વ્યાકરણ સ્પર્ધા, તેની આંતરિક સર્જનાત્મક શક્તિ વધે તે માટે ક્રાફ્ટ શીખવું, હેન્ડમેડ બુકે બનાવતા શીખવું, ઈતર પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની ક્રિએટિવિટી માં વધારો કરવો વગેરે આવડા નાનકડા ગામની નાનકડી શાળામાં આવી બધી જ પ્રવૃત્તિઓ થાય છે. જેના દ્વારા બાળકોનો આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

Advertisement

બાળકોને નિયમિત શાળાએ આવતા કરવા અપાય છે ગિફ્ટ
બાળકો સ્વચ્છતા માટે જાગૃત થાય અને જે બાળકો શાળાએ નિયમિત આવે તે માટે શિક્ષકો દ્વારા નાનકડા ગિફ્ટ રૂૂપી પ્રોત્સાહન આપવામાં આવે છે. બાળકોને નિયમિતતાના ફાયદા પણ સમજાવવામાં આવ્યા અને તેનો ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો. રાજુભાઈ ધ્રુવના જણાવ્યા અનુસાર અત્યારે શાળાની હાજરી 90% સુધીની છે શાળાના શિક્ષકો બાળકોને અઠવાડિક કસોટી લેવાય તેમાં ઉચ્ચ ગુણ આવે માટે નાની નાની પ્રોત્સાહન ભેટ આપે છે. જેથી કરી બાળકો વધુ ને વધુ ગુણ લેવા પ્રેરાય. આવું તો કંઈક અવનવું શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.

શાળાના સ્ટાફની કાબિલેદાદ ફરજ
આ શાળામાં આચાર્ય તરીકે રમેશભાઈ બડમલિયા તેમજ શિક્ષક પરિવારમાં નિશાબેન ભટ્ટ, ધારાબેન કાલરિયા, અરવિંદભાઈ રાઠોડ, કાજલબેન ડાભી,ધ્વનીબેન મકવાણા, ધારાબેન દંગી વગેરે નો સમાવેશ થાય છે. સમગ્ર ચોટીલા તાલુકામાં શિક્ષણકાર્ય સાથે જોડાયેલા સૌકોઈ ને દાખલરૂૂપ આદર્શ શિક્ષક રમેશભાઈ બડમલિયા આચાર્ય છે કે જે શિક્ષકો -બાળકો ને શાળા કક્ષાએ બિરદાવી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડે છે . આવા ઉત્કૃષ્ટ અને સંકલ્પબદ્ધ પ્રયાસો ને કારણે આવનાર સમય જ બતાવશે કે યોગ્ય માર્ગદર્શન મળે તો બાળકો શિક્ષણ માં શ્રેષ્ઠ કક્ષા સુધી પહોંચી શકે છે તે ઉત્તમ ઉદાહરણ કે દાખલો બાળકો અને શિક્ષકો સમાજ ને આપી રહ્યા છે . આગામી સમય જ બતાવશે કે અંતરિયાળ ગામના બાળકો પણ શિક્ષકોનાં સચોટ માર્ગદર્શન સાથે શ્રેષ્ઠ શિક્ષણથી જીવનમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી શકે છે તેમ રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement