For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીંબડી કોર્ટમાં નશો કરેલી હાલતમાં આરોપી રજૂ થતા ગુનો નોંધાયો

12:21 PM Jun 10, 2024 IST | Bhumika
લીંબડી કોર્ટમાં નશો કરેલી હાલતમાં આરોપી રજૂ થતા ગુનો નોંધાયો
Advertisement

પોલીસ જાપ્તામાં હોવા છતાં આરોપી દારૂ પીધેલો મળી આવતા તપાસના આદેશ

ગુજરાત મિરર, લીંબડી તા.10
પાણશીણા પોલીસે દેશી દારૂૂની રેડ કરી દેશી દારૂૂ ઝડપ્યો હતો. આ કેસમાં હાજર ન મળી આવનાર આરોપી ઝડપાતા તા. 7મી જુને લીંબડી કોર્ટમાં રજૂ કર્યો હતો.જેમાં ન્યાયાધીશ સમક્ષ આરોપી દારૂ પીધેલી હાલતમાં જણાતા તેનું મેડીકલ કરાવાયુ હતુ. જેમાં આરોપી પીધેલી હાલતમાં હોવાથી તેની સામે ગુનો દાખલ કરાયો છે.
પાણશીણા પોલીસે તા. 4થી એપ્રીલે રાત્રે પગીવાસમાં દારૂૂની રેડ કરી હતી. જેમાં આરોપી લાખુ લાલજીભાઈ રવોદરા હાજર મળી આવ્યો ન હતો.

Advertisement

પરંતુ પોલીસે ર લીટર દેશી દારૂૂ ઝડપી ફરિયાદ નોંધી હતી. ત્યારે આ કેસમાં તા. 7મી જુને આરોપી પોલીસના હાથે પકડાયો હતો અને તપાસ અધીકારી એએસઆઈ દિનેશ સામતીયા દ્વારા પ્રોડકશન કરીને આરોપીને તા. 7મીએ સાંજે 4-10 કલાકે લીંબડી કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં આરોપીની પુછપરછ કરાતા તે પીધેલી હાલતમાં જણાયો હતો.

આથી ન્યાયાધીશ વિકાસ સીયોલે મેડીકલ કરવાનો હુકમ કર્યો હતો. મેડીકલ કરતા આરોપી નશો કરેલી હાલતમાં હોવાનો રીપોર્ટ આવ્યો હતો.આથી ન્યાયાધીશના હુકમથી લીંબડી ચીફ જ્યુડિશિયલ કોર્ટના રજીસ્ટ્રાર એમ.બી.ચૌહાણે આરોપી લાખુ લાલજીભાઈ રવોદરા સામે પ્રોહિબિશન મુજબનો ગુનો નોંધાવ્યો છે. વધુ તપાસ એચસી એસ.પી.કમેઝળિયા ચલાવી રહ્યા છે.પોલીસ જાપ્તામાં હોવા છતા આરોપી દારૂ પીધેલો મળી આવતા આ મામલે તપાસના આદેશ અપાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement