For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્રિકેટના મહાસંગ્રામ IPLનો સાંજથી પ્રારંભ, પ્રથમ જંગ ચેન્નાઈ V/S બેંગ્લોર

12:38 PM Mar 22, 2024 IST | Bhumika
ક્રિકેટના મહાસંગ્રામ iplનો સાંજથી પ્રારંભ  પ્રથમ જંગ ચેન્નાઈ v s બેંગ્લોર
  • ઋતુરાજ ગાયકવાડ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર, પેટ કમિન્સ, શુભમન ગીલ, કે.એલ. રાહુલ, શિખર ધવન, ફાફ ડુ-પ્લેસિસ, સહિતના કેપ્ટનો દાવ અજમાવશે

આઈપીએલ-2024નો સાંજે રંગારંગ કાર્યક્રમ સાથે પ્રારંભ થશે આશરે બે માસ સુધી ક્રિકેટનો માહોલ છવાયેલો રહેશે. પ્રથમ મેચ રાત્રિના 8 વાયાથી ચૈન્નઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચૈન્નઈમાં રમાશે.આઈપીએલની સિઝન છેલ્લી કેટલીક સીઝનની સરખામણીમાં એકદમ અલગ હશે. આ વખતે હરાજી દરમિયાન જ ઘણા ખેલાડીઓની બોલીએ રેકોર્ડ તોડ્યા હતા. મિચેલ સ્ટાર્ક આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. ઝડપી બોલર મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડમાં ખરીદ્યો હતો. આગામી સિઝનની શરૂૂઆત પહેલા આઈપીએલએ ટ્રોફી સાથે તમામ 10 ટીમોના કેપ્ટનનો ફોટો શેર કર્યો છે, જેમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે.

Advertisement

આઈપીએલ 2024માં ટીમોએ પોતાના કેપ્ટન બદલ્યા છે. કેટલીક ટીમોએ નવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો કેટલીક ટીમોમાં જૂના કેપ્ટનની વાપસી થઈ છે. અહીં અમે તમને તે ટીમોના કેપ્ટન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમને આગામી સિઝન પહેલા ટીમની કમાન સોંપવામાં આવી છે. CSK પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2024ની શરૂૂઆતના એક દિવસ પહેલા ટીમના કેપ્ટનને બદલી નાખ્યો છે. CSKએ રુતુરાજ ગાયકવાડને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. એમએસ ધોની આ સિઝનમાં બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે, તેથી કદાચ તે બેટિંગ ક્રમમાં ઉંચી બેટિંગ કરવા આવશે.

Advertisement

DL ડેવીડ વોર્નરે દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2023માંદિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું હતું. જો કે આ વખતે ટીમનો કેપ્ટન ઋષભ પંત સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને તે ટીમની કમાન સંભાળતો જોવા મળશે. ગત સિઝનમાં ઋષભ પંત કાર અકસ્માતને કારણે ઘાયલ થયો હતો અને લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી, તે તેની ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો હતો, જેથી તે આઈપીએલ 2024 માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે.

MI મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની હરાજી બાદ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરીને બધાને ચોંકાવી દીધા હતા. રોહિત શર્મા છેલ્લી 10 સીઝનથી ટીમનો કેપ્ટન હતો અને તેણે પાંચ વખત આ ખિતાબ જીત્યો હતો. જોકે, આઈપીએલ 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સે ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપી દીધી છે અને રોહિત આ સિઝનમાં બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે. આ પહેલા હાર્દિકે ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી છે અને પહેલી જ સિઝનમાં ટીમને ચેમ્પિયન બનાવી છે. ગત સિઝનમાં ગુજરાતની ટીમ તેમની કેપ્ટનશીપમાં ફાઇનલમાં પહોંચી હતી. KKR એ પણ આઈપીએલ 2024 પહેલા કેપ્ટનશીપમાં ફેરફાર કર્યો છે. ટીમે ફરી એકવાર શ્રેયસ અય્યર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નીતીશ રાણાએ આઈપીએલ 2023માં ટીમની કમાન સંભાળી હતી. તેના નેતૃત્વમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. ટીમે 14 મેચ રમી જેમાંથી 6 જીતી અને આઠમાં હાર થઈ.

SRH સનરાઇઝર્સ હૈદરાબાદે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કેપ્ટન બદલ્યા છે પરંતુ ટીમને સફળતા મળી નથી. ડેવિડ વોર્નર અને કેન વિલિયમસન બાદ ટીમે એડન માર્કરામ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ તે પણ ટીમને જીતના પાટા પર પાછી લાવી શક્યો નહોતો. આ પછી, ટીમે પેટ કમિન્સને આઈપીએલ 2024 માટે ટીમનો કેપ્ટન બનાવ્યો છે, જેને SRH દ્વારા આઈપીએલની હરાજીમાં મોટી રકમ ચૂકવીને ખરીદ્યો હતો. છેલ્લી સિઝનમાં, સારી ટીમ કમ્પોઝિશન હોવા છતાં, ટીમ છેલ્લા સ્થાને રહી હતી. સનરાઇઝર્સ 14માંથી 10 મેચ હારી છે.GT ગુજરાત ટાઇટન્સે પણ આઈપીએલ 2024 પહેલા પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ટીમે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેડ કર્યો, ત્યાર બાદ જીટીએ ઓપનર શુભમન ગિલને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા. જીટીએ સતત બે વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે અને એક વખત ટાઇટલ પણ જીત્યું છે.

લખનૌ સુપર જાયન્ટ્સે પોતાની ટીમમાં ફેરફાર કર્યા છે પરંતુ તેમણે કેએલ રાહુલ પર કેપ્ટન તરીકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આગામી સિઝનમાં કેએલ રાહુલ ટીમની કમાન સંભાળશે.
RR IPL 2021 પહેલા રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને ટીમની કમાન સોંપી હતી, તેના નેતૃત્વમાં ટીમે સારું પ્રદર્શન કર્યું છે. ગત સિઝનમાં ટીમે 14માંથી સાત મેચ જીતી હતી. જોકે, ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી ન હતી.

PBK  પંજાબ કિંગ્સે ગત સિઝનમાં શિખર ધવનને ટીમના કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો અને આ વખતે પણ ટીમે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે ટીમે વાઈસ કેપ્ટન બદલ્યો છે. સેમ કુરન પહેલા ટીમના વાઇસ કેપ્ટન હતા પરંતુ આ વખતે ટીમે જીતેશ શર્માને ટીમનો વાઇસ કેપ્ટન બનાવ્યો છે.RCB IPL 2022 પહેલા વિરાટ કોહલીએ છઈઇની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ફાફ ડુ પ્લેસિસને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગત સિઝનમાં ફાફના નેતૃત્વમાં ટીમે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નહોતી. છઈઇએ 14માંથી સાત મેચ જીતી અને એટલી જ મેચ હારી. IPL 2024 પહેલા ટીમે તેનું નામ બદલી નાખ્યું છે. આરસીબી હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરીકે ઓળખાશે.

નવા નિયમોથી બોલરોને ફાયદો

IPLની 17મી સિઝનમાં 10 ટીમો વચ્ચે ખિતાબ માટે જંગ જામશે. જો કે દરેક સિઝન ખાસ હોય છે, પરંતુ ખરા અર્થમાં આ સિઝન ફાસ્ટ બોલરો માટે વધુ ખાસ રહેવાની છે. આ ફોર્મેટમાં, નાની બાઉન્ડ્રી સાથે મેદાનમાં ખૂબ જ ધબકતા બોલરોની શક્તિ આ સિઝનમાં વધી છે કારણ કે ભારતીય બોર્ડે એક ઓવરમાં 2 બાઉન્સરને મંજૂરી આપી છે. T20 ઈન્ટરનેશનલથી લઈને વિશ્વની અન્ય T20 ટૂર્નામેન્ટમાં એક ઓવરમાં માત્ર એક જ બાઉન્સરનો નિયમ છે. BCCIએ આ નિયમ પ્રથમ વખત ઘરેલુ T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની છેલ્લી સિઝનમાં લાગુ કર્યો હતો અને હવે તેને ઈંઙકમાં પણ લાગુ કરવામાં આવી રહ્યો છે. જોકે, આ નિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ અને વનડેમાં લાગુ છે. ભારતીય બોર્ડે તેને વિશ્વની સૌથી પ્રખ્યાત T20 લીગમાં મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે અને અહીં સફળતા મળવા પર તેને આંતરરાષ્ટ્રીય T20માં પણ મેદાનમાં ઉતારવા પર ભાર મુકવામાં આવી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement