For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શુક્રવારે સુપ્રીમના ચીફ જસ્ટિસના હસ્તે નવી કોર્ટનું લોકાર્પણ

05:02 PM Jan 01, 2024 IST | Sejal barot
શુક્રવારે સુપ્રીમના ચીફ જસ્ટિસના હસ્તે નવી કોર્ટનું લોકાર્પણ

રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક 14 એકરમાં 117 કરોડના ખર્ચે આકાર પામેલ નવી કોર્ટ સંકુલનું આગામી તા.5ને શુક્રવારે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડ દ્વારા લોકાર્પક્ષ કરવામાં આવશે. ત્યારે કલેકટર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
રાજકોટના હોસ્પીટલ ચોક ખાતે આવેલ કોર્ટ સંકુલમાં ભારે અગવડતા પડતી હોય તેમજ ટ્રાફિક સમસ્યા પણ વકરતી હોય જેના કારણે રાજય સરકાર દ્વારા જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક 14 એકર જમીનમાં 117 કરોડના ખર્ચે અદ્યતન નવુ કોર્ટ સંકુલ ઉભુ કરવામાં આવ્યું છે.
નવી કોર્ટ બિલ્ડીંગ બનીને તૈયાર થઇ જતા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડે આગામી તા.5 જાન્યુઆરીનો સમય ફાળવતા લોકાર્પણ કાર્યક્રમની તડામાર તૈયારીના ભાગરૂપે આજે સવારે કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને સેસન્જ જજ સહીતના ન્યાયધીશો, આર. એન્ડ બીના અધિકારી પોલીસ અધિકારી, ફાયરબ્રિગેડના અધિકારીઓ અને પ્રાંત અધિકારી સાથે બેઠક કરી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી છે.
ઘણા સમય થી નવા કોર્ટ બીલ્ડીંગનુ બાંધકામ પૂર્ણ થઈ ગયેલું છે. જેમા ફર્નીચરનુ કામ લાંબા સમય થી પેન્ડીંગ છે. બાર એશોશીયસનને જગ્યા આપવામા આવશે તેમા કઈરીતે ઈન્ફ્રાસ્ટ્રકચર તેમજ સગવડતાઓ સવલતો આપવાની છે. તેવુ પણ જણાવવામા આવતુ નથી. વર્તમાન સમયમા 4000 આસપાસ વકીલો નોંધાયેલ હોય ભવીષ્યને ધ્યાનમાં રાખી 5000 વકીલોનો સમાવેશ થઈ શકે તેવો વિશાળ મુખ્ય બારરૂૂમ , પાર્કીંગ, કેન્ટીન, પોસ્ટ ઓફીસ, એ.ટી.એમ. જેવી સુવીધાઓનો મેપ કરેલ છે કે કેમ અને આ સુવિધા અનીવાર્ય છે. સને 2018 થી ડીસ્ટ્રીકટ જજને લેખીત રજુઆતો કરતા આજ સુધી કોઈ પ્રતિભાવ કે પ્રત્યુતર મળેલો નથી. બાબતો થી અડગા રાખવામા આવે છે બાર એશોશીએસનના પત્રો અન્વયે શુ નીર્ણયો લીધા કે, શું થઈ શકે તેમ છે, શુ કરવા માગો છો તેવુ જણાવવામાં આવતું નથી. જનરલ મુખ્ય બાર રૂૂમ, એમ.એ.સી.પી. તથા મહીલા બાર રૂૂમ ફર્નીચર સાથે ઈલેકટ્રોનીક ઉપકરણો થી સજ્જ તથા સીનીય2 કિલો માટે અલગ વ્યવસ્થા, વેલફેર રૂૂમ, ઝેરોક્ષ રૂૂમ સહિતની સુવિધાઓ તેમજ જન2લ બોર્ડ માટે કોન્ફરન્સ હોલ / ઓડીટોરીયમ, વકીલોને જમવા માટેની બેઠક વ્યવસ્થા રૂૂમ, વકીલોને ઓફીસ માટે અલગવ સંકુલ, વકીલોના કારકુન માટે અલગ રૂૂમ, ટુ વ્હીલર ફોર વ્હીલર માટે વિશાળ પાર્કીંગ, પોસ્ટ ઓફીસ શાખા, બેંક શાખા, પોલીસ ચોકી, મેડીકલ લગત સગવડો, ફાયર સેફટીની સવલત, આધુનીક લાઈબ્રેરી, તેવી વ્યવસ્થા, કોર્ટ, ડી.જી.પી.ઓફીસ., એ.જી.પી. બેઠક વ્યવસ્થા, પ્રેસ મીડીયા માટે અલાયદી આધુનીક સુવીધા, મીડીયેશન સેન્ટર, જનરેટરની સુવીધા, વહીવટી શાખાઓ ગ્રાઉન્ડ ફલોર નજીક રાખવી, ઈન્ટરનેટ સુવિધા, , સી.સી.ટી.વી. કેમેરા, ડીમાન્ડ સબંધે ડીસ્ટ્રીકટ જજનું ધ્યાન દોરેલ છે.

Advertisement

નવી કોર્ટ કંપાઉન્ડમાં એડવોકેટ માટે અલાયદું બિલ્ડિંગ બનાવવા સરકારની મંજૂરી

રાજકોટ, તા.1 : રાજકોટ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે નવનિર્માણ કોર્ટે બિલ્ડીંગના સંકુલમાં એડવોકેટ માટે અલાયદુ બિલ્ડીંગના (ગ્રાઉન્ડ ફલોર તથા પ્રથમ માળ) ના નિમૉંણ બાબતે રૂૂા.3,55,44,900 2કમની વહીવટી મંજુરી સરકાર તરફથી આપવામાં આવી છે.
રાજકોટ બાર એસોસીએશનના ચુંટાયેલા સભ્યોએ નવા કોર્ટે બિલ્ડીંગ સંકુલમાં એડવોકેટ માટે અલાયદુ બિલ્ડીંગ તથા સવલતો માટે પત્ર વ્યવહાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. બાર એસોસીએશનની માંગણી વ્યાજબી જણાતા ડીસ્ટ્રીકટ જજ અને યુનીટ જજશ્રી અને મુખ્ય ન્યાયમુર્તિએ આ પ્રશ્નને અગ્રતા આપી ત્વરીત દરખારત રાજય સરકારને મોકલાવી હતી. ન્યાયતંત્ર અને સરકારના સંકલનને કારણે વકીલોના વ્યાજબી પ્રશ્નનો નિકાલ ત્વરીત આવે તે માટેના સહિયારા પ્રયત્નો શરૂૂ કરવામાં આવેલો હતો. માધાપર પાસે બનાવવામાં આવેલ નવું કોર્ટે બિલ્ડીંગના સંકુલમાં અલાયદુ એડવોકેટ બિલ્ડીંગ માટે ત્વરીત નકશાઓ તે અંગેની નાણાંકીય મંજુરી અને વહીવટી પ્રક્રિયાને અંતે સુખદ નિવેડો આવેલ છે.કાયદા વિભાગ ધ્વારા ઠરાવ કરી રાજય સરકારે એડવોકેટ બિલ્ડીંગ બાંધકામ માટે રૂૂા.3,55,44,900 ની વહીવટી મંજુરી આપવામા આવી છે. જેથી એડવોકેટ માટેન બિલ્ડીંગનુ નીર્માણ થવાના કારણે વકીલોના લાંબા સમયના પ્રશ્નોનો સુખદ નિવેડો આવતા રાજકોટ બાર એસોસીએશનના હોદેદારો તથા કારોબારીના સભ્યોએ આભાર વ્યકત કરવા માટે ડીસ્ટ્રીકટ જજ ની રૂૂબરૂૂ મુલાકાત લઈ સાથોસાથ ગુજરાતના મુખ્યમંત્રી, કાયદા મંત્રી અને ગુજરાત હાઈકોર્ટેના મુખ્ય ન્યાયમુર્તિ નો પત્ર ધ્વારા આભાર વ્યક્ત કરવામાં આવશે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement