For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ ભુજના અનિલ મારૂને સોંપાયો

04:18 PM Jun 29, 2024 IST | Bhumika
કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ ભુજના અનિલ મારૂને સોંપાયો
Advertisement

મ્યુનિસિપલ કમિશનરની રજૂઆત બાદ સરકારે મંજૂરી આપી: સંભવત: સોમવારથી ચાર્જ સંભાળશે

મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ફાયર ઓફિસરને અગ્નિકાંડ મુદ્દે સસ્પેન્ડ કરાતા આ બન્ને જગ્યા ખાલી હોવાથી ફાયર એનઓસી તેમજ ફાયર વિભાગની તમામ પ્રકારની કામગીરી અટકી પડી હતી. જેના લીધે મ્યુનિસિપલ કમિશનરે ચીફ ફાયર ઓફિસરની તાત્કાલીક નિમણુંક કરવા સરકારમાં રજૂઆત કરેલ જેના પગલે સરકારે હાલ કચ્છમાં ફરજ બજાવતા સીએફઓ અનિલ મારુને રાજકોટ કોર્પોરેશનમાં ફાયર વિભાગમાં ઈન્ચાર્જ સીએફઓ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

Advertisement

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગની બેદરકારી સામે આવતા ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ફાયર ઓફિસરની ધરપકડ કરાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જેની સામે ફાયર એનઓસી મુદ્દે મનપા દ્વારા શહેરભરમાં 500થી વધુ એકમો સીલ કરવામાં આવેલ જે મુદ્દે સરકારે વચગાળાની રાહત આપી સમય મર્યાદામાં ફાયર એનઓસી મેળવી લેવાની સૂચના આપી હતી. જેના કારણે અનેક એકમો દ્વારા ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો વસાવ્યા બાદ નવી ફાયર એનઓસી અને ફાયર એનઓસી રિન્યુ માટે અરજી કરવામાં આવેલ પરંતુ ચીફ ફાયર ઓફિસર ન હોવાના કારણે તમામ કામગીરી ઠપ થઈ ગઈ હતી. આથી આ એકમોમાં સમયસર ફાયર એનઓસી મળી શકે તે માટે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ ચીફ ફાયર ઓફિસરની નિમણુંક માટે સરકારમાં રજૂઆત કરેલ આથી સરકારે હાલ પુરતું કામ આગળ ધપાવવા માટે કચ્છના સીએફઓ અનિલ મારુને રાજકોટ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આથી તેઓ સંભવત સોમવારે ચાર્જ સંભાળશે તેમ જાણવા મળેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement