For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયા તાલુકાના સામોર સ્થિત નાની સિંચાઇ યોજનાની રિસ્ટોરેશનની કામગીરીનું કેબિનેટ મંત્રી દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું

01:05 PM Jun 17, 2024 IST | Bhumika
ખંભાળિયા તાલુકાના સામોર સ્થિત નાની સિંચાઇ યોજનાની રિસ્ટોરેશનની કામગીરીનું કેબિનેટ મંત્રી દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું
Advertisement

 ખંભાળિયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખંભાળિયા તાલુકાના સામોર ગામે આવેલી હંસ્થળ નાની સિંચાઇ યોજના રીસ્ટોરેશન કામગીરીની સ્થળ મુલાકાત લીધી હતી.     ખંભાળિયામાં હંસ્થળ નાની સિંચાઇ યોજનાથી સામોર, કોઠા વીસોત્રી અને હંસ્થળ એમ ત્રણ ગામોમાં પીવાનું પાણી તથા સિંચાઇની વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે કેબિનેટ મંત્રીશ્રીએ અધિકારીઓને સમયસર કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભાળિયા તાલુકાના સામોર ગામે આવેલી હંસ્થળ નાની સિંચાઇ યોજના 100 વર્ષથી વધુ જૂની યોજના છે. જેની કુલ સંગ્રહ ક્ષમતા અંદાજે 199 એમ.સી.એફ.ટી. છે અને કુલ 10 કિમી કેનાલ નેટવર્ક આવેલું છે. આ યોજનાથી સામોર, કોઠા વીસોત્રી અને હંસ્થળ એમ કુલ ત્રણ ગામોની અંદાજે 1200 એકર જમીનને સિંચાઇનો સીધો લાભ થાય છે. જે કામના અંદાજિત રકમ રૂ. 167.99 લાખના કામો મંજૂર કરવામાં આવતા સ્થળ પર  કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં હાલમાં 75 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.   આ મુલાકાતના તેમની સાથે પાલાભાઈ કરમુર, સગાભાઈ રાવલિયા, ગોવિંદભાઈ કનારા, ભરતભાઈ ચાવડા સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement