For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેપારી દૂધના કેનમાં દારૂ-બિયર વેચવા નીકળ્યો ને પકડાયો

04:58 PM Jun 22, 2024 IST | admin
વેપારી દૂધના કેનમાં દારૂ બિયર વેચવા નીકળ્યો ને પકડાયો
Advertisement

દારૂ-બિયરનો જથ્થો જૂનાગઢના કાળુ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબુલાત: એલસીબી ઝોન-2ની કાર્યવાહી

બુટલેગરો હવે પોલીસથી બચવા નવા નવા પેતરા અપનાવતા હોય છે.જેમકે પશુ આહાર,ભૂસાની આડમાં,મીઠાના જથ્થાની આડમાં કે વાહનોમાં ચોરખાના બનાવી આંતર રાજ્યમાંથી દારૂૂનો જથ્થો શહેરમાં લવાતો હોય છે.પરંતુ પોલીસથી બચી નથી શકતા અને અંતે પોલીસ પકડી લે છે.આવી જ રીતે રાજકોટ શહેરમાં ગઈકાલે દુધના ધંધાર્થી પોલીસથી બચવા દુધના કેનમાં દૂધની સાથે દારૂૂની બોટલો સપ્લાય કરવા નીકળ્યો અને એલસીબી ઝોન-2 ની ટીમે કણકોટ રોડ પર આવેલા પરસાણા ચોક પાસેથી દબોચી રૂૂ.46,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વધુ વિગત મુજબ,રાજકોટ શહેર એલસીબી ઝોન-2 ના પીએસઆઈ આર.એચ.ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, જેન્તીગીરી ગોસ્વામી,જયપાલસિંહ સરવૈયા અને ધર્મરાજસિંહ ઝાલાને પરસાણા ચોકથી કણકોટ જવાના રસ્તા પર એક શખ્સ દુધના કેનમાં દારૂૂ-બિયરનો જથ્થો ભરી ક્યાંક ડિલિવરી કરવા નીકળવાનો છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે તે જગ્યા પર સ્ટાફે વોચ ગોઠવી હતી.
ત્યારબાદ ત્યાંથી આ શખ્સ નીકળતા તેનું નામ પૂછતાં રાહુલ બોદા વકાતર (ઉ.વ.23),(રહે. પંચરત્ન પાર્ક, 25 વારીયા બ્લોક નં.354, ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ પાછળ) હોવાનું જણાવ્યું હતું. તેમની પાસે રહેલ દુધના પાંચ કેનમાં તપાસ કરતાં તેમાંથી દારૂૂની 54 બોટલ અને બિયરના 72 ટીન મળી આવતાં રાહુલ વકાતરની ધરપકડ કરી રૂૂ.46700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ બનાવ અંગે એલસીબી ઝોન ટુ ના સ્ટાફે રાહુલ વકાતરની પૂછપરછ કરતા પોતે દૂધનો વેપાર કરતો હોય અને દૂધનો જથ્થો જુનાગઢ લેવા જતો હોય ત્યાં કાળું નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો અને તેમના પાસેથી દારૂૂ બિયરનો જથ્થો લઈ આવી અને રાજકોટમાં દૂધના કેનમાં બોટલ અને ટીન રાખી છૂટક વેચાણ કરતો હતો.આરોપી અગાઉ મારામારી અને જુગાર સહિત છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.રાહુલે અગાઉ પણ આવી જ રીતે દારૂૂ વેંચી નાખ્યાની શંકા છે હાલ કાળુંની શોધખોળ શરૂૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement