For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અપહરણ કરવાના કેસમાં 20 વર્ષની સજા થતા આરોપીના ભાઈએ આતંક મચાવી તોડફોડ કરી

12:55 PM Jun 17, 2024 IST | Bhumika
અપહરણ કરવાના કેસમાં 20 વર્ષની સજા થતા આરોપીના ભાઈએ આતંક મચાવી તોડફોડ કરી
Advertisement

ઉપલેટાના ખારચિયા ગામની ઘટના: પરિવારને ત્રણ શખ્સોએ માર માર્યો

ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે અપહરણ કેસમાં આરોપીને 20 વર્ષની સજા પડી હોય અને જામીન પર છુટેલ હોય જેનો ખાર રાખીને આરોપીના ભાઈએ બે સાગ્રીતોની મદદથી યુવતીના પરિવારજનો પર ઘાતક હથિયાર વડે હુમલો કરી તોડફોડ કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટાના ખારચીયા ગામે રહેતી પાયલબેન નરશીભાઈ પરમાર (ઉ.22) નામની યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાહુલ ભીખાભાઈ પંચાસરા અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેના ભાઈ સાગરને અપહરણના કેસમાં 20 વર્ષની સજા થયેલ હોય અને જામીન પર છુટેલ હોય જેનો ખાર રાખી યુવતીના પરિવારજનોને આરોપીઓ અવારનવાર ધમકી આપતાં હતાં. ગત તા.15-6-2024નાં સાંજના ફરિયાદી અને તેમના પરિવારજનો નવા મકાને હતાં ત્યારે આરોપી રાહુલ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો કુહાડી, પાઈપ જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવી ફરિયાદી યુવતી અને તેનો ભાઈ અને દાદીમા પર હુમલો કરી બેફામ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી નવા મકાનમાં તોડફોડ કરી નાસી ગયા હતાં.

આ બનાવ અંગે ભાયાવદર પોલીસે યુવતીની ફરિયાદ પરથી એટ્રોસીટી, ધમકી અને મારામારીનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement