For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુલામાં જન્મદિવસના દિવસે ગુમ થયેલા યુવકનો ધાતરવડી ડેમમાંથી મૃતદેહ મળ્યો

01:22 PM Jan 05, 2024 IST | Bhumika
રાજુલામાં જન્મદિવસના દિવસે ગુમ થયેલા યુવકનો ધાતરવડી ડેમમાંથી મૃતદેહ મળ્યો

અમરેલીના રાજુલા શહેરમાંથી ચાર દિવસ પહેલા ગુમ થયેલા યુવકનો આજે ધાતરવડી-2 ડેમમાંથી મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ ફાટ્યું છે. આ બનાવ આત્મહત્યાનો છે કે અન્ય તેની પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવક તેના ઘરેથી ગુમ થયા બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ શોધખોળ કરી રહી હતી ત્યારે આજે ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

Advertisement

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરના બીડીકામદાર વિસ્તારમાં રહેતા રાજુભાઇ હુસેનભાઈ જોખિયા નામના યુવકનો 1 જાન્યુઆરીએ જન્મ દિવસ હતો. જેથી તે મિત્રો સાથે ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો અને પરત ફર્યો ન હતો. 2 દિવસ સુધી પરિવાર દ્વારા શોધખોળ હાથ ધર્યા બાદ પત્તો ન લાગતા યુવકના પિતા હુસેનભાઈ જોખીયાએ રાજુલા પોલીસને જાણ કરી હતી. રાજુલા પોલીસે ઘટનાની ગંભીરતા સમજી ગુમ નોંધ દાખલ કરી શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન યુવકનો ધાતરવડી-2 ડેમમાંથી મૃતદેહ મળી આવતા રાજુલા પોલીસ સહિત યુવકના પરિવારજનો ડેમ પર પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી આપ્યો છે.યુવકના મોતનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા હાલ તેમના પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

યુવક પોતાના જન્મદિવસે જ ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતા પોલીસે અલગ અલગ દિશામાં હાથ ધરી છે. આ બનાવ આત્મહત્યાનો છે કે અન્ય તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘરેથી ગુમ થયા બાદ યુવક ક્યાં ક્યાં ગયો હતો તેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement