For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના વોટશેરમાં 1.13 ટકાનો મામૂલી ઘટાડો થતાં 20 ટકા બેઠક ગુમાવી દીધી

11:34 AM Jun 05, 2024 IST | admin
ભાજપના વોટશેરમાં 1 13 ટકાનો મામૂલી ઘટાડો થતાં 20 ટકા બેઠક ગુમાવી દીધી
Advertisement

કોંગ્રેસનો વોટ શેર 1.53 ટકા વધતા 47 સીટ વધારે મળી

લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે 240 બેઠકો જીતી હોવા છતાં, 2019 માં જીતેલી 303 બેઠકો કરતાં ઘણી ઓછી રહી છે. તેના વોટ શેરમાં માત્ર 1.13 ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો છે. કોંગ્રેસના વોટશેરમાં આ વખતે 1.53 ટકાનો વધારો થયો છે.

Advertisement

આ ચૂંટણીમાં બંને મુખ્ય પક્ષો વોટ શેરને સીટોમાં રૂૂપાંતરિત કરવામાં અસમર્થ રહ્યા છે. 2019માં ભાજપે દેશમાં કુલ મતોમાંથી લગભગ 37.36% મેળવ્યા હતા, આ વખતે ભારતીય જનતા પાર્ટીને 36.56% નો વોટ શેર જોવા મળ્યો છે. વોટ શેરમાં નજીવો ઘટાડો થતા ભાજપે 63 જેટલી બેઠકો ગુમાવી દીધી છે.

આ વખતે 2019ની ચૂંટણીઓ સમાન મતદાન થયું હોવા છતાં ઞઙ અને હિન્દી ભાષાના રાજ્યોમાં પાર્ટીએ ઘણી બેઠકો ગુમાવી છે. ભાજપે દક્ષિણના રાજ્યોમાં સારો દેખાવ કર્યો છે પરંતુ દક્ષિણમાં મતદારોની ટકાવારી વધારવા છતાં તે કોઈ બેઠકો મેળવી શક્યું નથી.

કોંગ્રેસ માટે 2024માં પ્રદર્શન સુધરતા કુલ 21.19% વોટ શેરમળ્યો છે. 2019 ની ચૂંટણીમાં કોંગ્રેસને 19.49% વોટશેરની સરખામણીમાં લગભગ 1.73 ટકા પોઈન્ટનો વધારો થયો છે. વોટ શેરમાં થોડો વધારો થતા કોંગ્રેસને 2019 ની તુલનામાં લગભગ બમણી બેઠક થઇ ગઈ છે. 2019માં કોંગ્રેસે માત્ર 52 બેઠકો જીતી હતી. 2024ના છેલ્લા આંકડા અનુસાર, કોંગ્રેસ 99 બેઠકો જીતી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement