For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પિતાએ મોબાઇલમાં સમય બરબાદ કરવાની ના પાડતા ધો.6નો વિદ્યાર્થી ઘર છોડી ચાલ્યો ગયો

05:56 PM Dec 30, 2023 IST | Bhumika
પિતાએ મોબાઇલમાં સમય બરબાદ કરવાની ના પાડતા ધો 6નો વિદ્યાર્થી ઘર છોડી ચાલ્યો ગયો

ભગવતીપરા વિસ્તારમાં રહેતો અને ધો.6માં અભ્યાસ કરતા મુળ યુ.પી.ના 12 વર્ષના છાત્રને પિતાએ મોબાઈલ મુદ્દે ઠપકો આપતા ઘરેથી નીકળી ગયા બાદ લાપત્તા બની જતા તેના પિતાએ ફરીયાદ નોંધાવતા બી-ડિવિઝન પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.તેમજ આ બાળકનો કોઈ પતો કે માહિતી મળે તો રાજકોટમાં બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

વધુ વિગતો મુજબ, ભગવતીપરામાં રહેતા રાજીવસિંહ પુરણમલસિંહ ખોખર(ઉ.વ.37)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારો પુત્ર પ્રઘુમન (ઉ.વ.12) તથા પીયુષ ઉ.વ.10 સાથે રહુ છુ અને યાજ્ઞીક રોડ ઉપર આવેલ ઇ-કાર્ટ નામની ઓફીસમા ફ્લીપકાર્ટમા પાર્સલ દેવાની મજુરી કામ કરૂૂ છુ અને મારા બંન્ને દિકરા ભગવતીપરા મેઇન રોડ ઉપર આવેલ શ્રી દત્તાત્રેય સ્કુલમા અભ્યાસ કરે છે. જેમા મોટો દિકરો પ્રભુમન ધો.6 મા અભ્યાસ કરે છે.

ગઇ તા.26/12નાં રોજ સવારનાં સુમારે હુ મારા કામ ઉપર જતો હતો ત્યારે મારો મોટો દિકરો પ્રદ્યુમન મારો મોબાઇલ ફોન લઇ તેમા વીડીયો જોતો હતો જેથી મે તેને કહેલ કે તારી ઉંમર ભણવાની છે અને તારે તથા મારે તારા નાનાભાઈ પીયુષનુ ધ્યાન રાખવાનુ છે જેથી તુ આ મોબાઇલમા તારો સમય બરબાદ ન કર તેવી વાત કરી હુ મારો મોબાઇલ ફોન લઇ મારા કામે જતો રહ્યો હતો અને બાદ સવા એકાદ વાગ્યાના સુમારે મને મારા પાડોશી કાંતીલાલ ત્રીવેદીનો ફોન આવેલ અને કહેલ કે તમારો મોટો દિકરો પ્રઘુમન સવારના પોણા બારેક વાગ્યાનો ક્યાક જતો રહેલ છે અને નાનો દિકરો પીયુષ પણ ક્યાક જતો રહેલ છે.

Advertisement

આ વાત કરતા હુ તુરંત મારા ઘરે આવેલ તે સમયે નાનો દિકરો પીયુશ ઘરે આવી ગયેલ અને મોટો દિકરો પ્રઘુમન દત્તાત્રેય સ્કુલ ખાતે અભ્યાસ કરતો હોય જેથી મે ત્યા ફોન કરી મારા દિકરા બાબતે પુછતા મને જાણવા મળેલ કે પ્રદ્યુમન સ્કુલે આવેલ નથી અને બાદ હુ ફ્લીપકાર્ટ કુરીયરમા પાર્સલ દેવાની મજુરી કરતો હોય અને મારે ભગવતીપરા વિસ્તારમા પાર્સલ દેવાના હોય જેથી આ સમય દરમ્યાન હુ ભગવતીપરામા પાર્સલ પણ આપેલ અને મારા દિકરા પ્રદ્યુમનની તપાસ પણ કરેલ પરંતુ મારો દિકરો પ્રદ્યુમન ક્યાય મળી આવેલ નહી અને બાદ પ્રઘુમન ભગવતીપરા શિવમ પાર્ક ખાતે ટ્યુશનમા જતો હોય ત્યા પણ તપાસ કરતા તે ત્યા ગયેલ ન હતો.બાદ અમોએ રેલ્વે સ્ટેશન તથા એસ.ટી.બસ સ્ટોપ ખાતે તપાસ કરી પરંતુ પુત્ર ન મળતા ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement