For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

27 વર્ષના મેરેથોન રનરે 352 દિવસમાં 16 દેશોની સફર કરી

12:56 PM Apr 18, 2024 IST | Bhumika
27 વર્ષના મેરેથોન રનરે 352 દિવસમાં 16 દેશોની સફર કરી
  • 16,000થી વધુ કિલોમીટરનો પ્રવાસ કર્યો

બ્રિટનના રસ કુક નામના મેરથોન-રનરે 352 દિવસમાં 16 દેશોની યાત્રા કરી લીધી છે. આ સાથે તે આફ્રિકાની સમગ્ર લંબાઈ કવર કરનારો પ્રથમ રનર બન્યો છે. 352 દિવસમાં તેણે લગભગ 16,000થી વધુ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. જોકે 27 વર્ષના યુવક માટે આ સફર બિલકુલ સરળ નહોતી. તેણે ઈજા અને બીમારીથી લઈને લોજિસ્ટિક્સની સમસ્યાનો સામનો કર્યો હતો. એ ઉપરાંત તેને બંદૂકની અણીએ લૂંટી પણ લેવાયો હતો અને કેટલીક વાર તો તે જંગલમાં ખોવાઈ ગયો હતો. જોકે તે પોતાના મિશન પર અડગ રહ્યો અને નામિબિયા, ઍન્ગોલા, ધ ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોન્ગો, ધ રિપબ્લિક ઑફ કોન્ગો, કેમરુન, નાઇજીરિયા, બેનિન સહિતના દેશોમાં દોડ્યો હતો. એ દરમ્યાન તેણે 7.36 કરોડ રૂૂપિયા એકઠા કર્યા હતા. આ ઍથ્લીટ અગાઉ ઇસ્તંબુલથી લંડન સુધી દોડી ચૂક્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement