For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુ-ટ્યુબ પર 26 વર્ષના યુવાને ટી-સિરીઝને આપી મહાત

05:35 PM Jun 03, 2024 IST | admin
યુ ટ્યુબ પર 26 વર્ષના યુવાને ટી સિરીઝને આપી મહાત

યુ ટયુબ પર સૌથી વધુ ફોલોઅર્સ/સબ્સ્ક્રાઇબર્સની લડાઈમાં 26 વર્ષનો છોકરો આગળ આવ્યો છે. તેણે ભારતીય મ્યુઝિક કંપની ટી-સિરીઝને પાછળ છોડી દીધી. આ અવસર પર તેણે ડ પ્લેટફોર્મ પર એક પોસ્ટ પણ કરી અને પોતાની સિદ્ધિ વિશે માહિતી શેર કરી. આ યુટ્યુબ ચેનલનું નામ છે મિ. બીસ્ટ, જે જીમી ડોનાલ્ડસન દ્વારા ચલાવવામાં આવે છે. તેમની પાસે હવે 267 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે, જ્યારે T-series પાસે 266 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.

Advertisement

MrBeast ચેનલ્સ યુટ્યુબ પર નંબર-1 બનવા માટે સતત પ્રયાસ કરી રહી હતી. મિસ્ટરબીસ્ટની ચેનલો પર તમને વિવિધ પ્રકારની સામગ્રી જોવા મળશે. આ ચેનલો પર ચેલેન્જ, ગિવે, સ્ટંટ વગેરે જેવા વીડિયો જોઈ શકાય છે. MrBeast X પ્લેટફોર્મ પર લખ્યું છે કે 6 વર્ષ પછી તેણે આખરે Pewdiepieપર બદલો લીધો છે. Pewdiepieએક Youtube ચેનલ છે. T-series અને Pewdiepieવચ્ચે 100 મિલિયન સબસ્ક્રાઈબર માટે લડાઈ હતી.

આ યુદ્ધ ગયા મહિને શરૂ થયું હતું, જ્યારે MrBeast ટી-સિરીઝના ઈઊઘને બોક્સિંગ મેચ માટે પડકાર ફેંક્યો હતો. તે સમય દરમિયાન ખિઇયફતનિાં સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 258 મિલિયન અને T-seriesના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 265 મિલિયન હતી. આવી સ્થિતિમાં, બંને વચ્ચે લગભગ 6.68 મિલિયન સબસ્ક્રાઇબરનો તફાવત હતો અને હવે બે અઠવાડિયામાં ખિઇયફતનિીં ચેનલો પર સબસ્ક્રાઇબર્સની સંખ્યા આ સ્તરે પહોંચી ગઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement