For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આતંકવાદીઓએ કાશ્મીરમાં બિહારી મજૂરની હત્યા કરી

11:34 AM Apr 18, 2024 IST | Bhumika
આતંકવાદીઓએ કાશ્મીરમાં બિહારી મજૂરની હત્યા કરી

જમ્મુ - કાશ્મીરમાં આતંકવાદીઓએ બિહારના એક મજૂરની ગોળી મારીને હત્યા કરી નાખી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ કાશ્મીરના અનંતનાગના જબલીપોરા ગામ બિજબેહેરામાં આતંકવાદીઓએ એક બિન-સ્થાનિક મજૂર પર ગોળીબાર કર્યો હતો. બાદમાં હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

Advertisement

ઈજાગ્રસ્ત હાલતમાં મજૂરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તની ઓળખ બિહારના રહેવાસી શંકર શાહના પુત્ર રાજા શાહ તરીકે થઈ છે. જો કે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મજૂરને ખૂબ નજીકથી ગોળી વાગી હતી અને ગરદન અને પેટમાં બે ગોળી વાગી હતી. જ્યારે સેનાએ તે વિસ્તારને ઘેરી લીધો હતો જ્યાં આતંકી હુમલો થયો હતો.

ઉઙઅઙ ના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે કહ્યું, અમે બિજબેહરામાં થયેલા દુ:ખદ હુમલાની સખત નિંદા કરીએ છીએ જેમાં બિહારના રાજા શાહ નામના એક બિન-સ્થાનિક હિંસાના આ મૂર્ખ કૃત્યમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. આનો અંત આવવો જોઈએ, લોકો શાંતિ ઈચ્છે છે પરંતુ આતંકવાદીઓને શાંતિ નથી જોઈતી. આપણે આ કૃત્ય સામે એક થવું જોઈએ!

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement