For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બહુમાળીમાં બે સિનિયર ક્લાર્કનો આતંક: GSTના મહિલા ઇન્સ્પેક્ટર-બે ક્લાર્ક ઉપર હુમલો

03:46 PM Jun 27, 2024 IST | admin
બહુમાળીમાં બે સિનિયર ક્લાર્કનો આતંક  gstના મહિલા ઇન્સ્પેક્ટર બે ક્લાર્ક ઉપર હુમલો
Advertisement

ગાંધીનગરથી આવેલા પત્ર બાબતે સિંચાઈ વર્તુળના બે કલાર્ક સાથે ઝઘડો કરી સરકારી કચેરીમાં ધોકા લઈ સરાજાહેર મારામારી

રાજકોટનાં મવડી ભવનમાં આવેલ સિંચાઈ વર્તુળ કચેરીમાં ફરજ બજાવતાં બે કલાર્કને ગાંધીનગરથી આવેલા પત્ર બાબતે તેમના સિનિયર કલાર્ક સાથે ઝઘડો થયા બાદ બે સગા ભાઈઓ કે જે સિનિયર કલાર્ક હોય તેમણે ધોકા લઈ કચેરીમાં જ મારામારી કરી હતી. સિંચાઈ વર્તુળના કલાર્કના બહેન જીએસટીના મહિલા ઈન્સ્પેકટર વચ્ચે પડતાં તેમના ઉપર પર હુમલો કરવામાં આવ્યો હતો. આમ જીએસટીનાં મહિલા ઈન્સ્પેકટર અને તેના ભાઈ સહિત ત્રણ ઉપર હુમલો થતાં બહુમાળી ભવનમાં બનેલા આ બનાવથી ત્યાં આવેલા અરજદારોમાં પણ નાસભાગી મચી ગઈ હતી. આ મામલે પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Advertisement

રાજકોટનાં શ્રોફ રોડ પર આવેલા સરકારી કવાર્ટસમાં રહેતા અને જીએસટી વિભાગમાં ઈન્સ્પેકટર તરીકે નોકરી કરતાં નિરાલીબેન કિશોરભાઈ પાડલીયાની ફરિયાદના આધારે બહુમાળી ભવનના સિનિયર કલાર્ક શિવરાજસિંહ જાડેજા અને તેના ભાઈ સિધ્ધરાજસિંહ જાડેજા સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવેલી માહિતી અને પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ જીએસટીના મહિલા ઈન્સ્પેકટર નિરાલબેન પાડલીયાના ભાઈ શિવમ કિશોર પાડલીયા (ઉ.વ.24) અને તેના મિત્ર અભિષેક ટાંક બન્નેના સિંચાઈ વર્તુળમાં કલાર્ક તરીકે ઓર્ડર થયા હોય પરંતુ બન્ને લોન સેવામાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવે છે. શિવમ અને અભિષેક બન્ને સિંચાઈ વર્તુળમાં નિમણૂંક થઈ હોય જેનો પત્ર વ્યવહાર વડી કચેરી તરફથી થતો હોય આ પત્ર વ્યવહાર સહિતની માહિતી જે તે વિભાગનાં પટ્ટાવાળા દ્વારા નીચેના માળે બેસતા અભિષેક અને શિવમને આપવામાં આવે છે.

અભિષેક અને શિવમના ડીઝાસ્ટર વિભાગમાં ફરજ બજાવવા માટેના હુકમ થયા હોય જે બાબતે તેમને મૌખીક જાણ કરવામાં આવી હતી. પરંતુ લેખિત ઓર્ડર વડી કચેરી તરફથી સિંચાઈ વિભાગને મોકલવામાં આવ્યો હોય તે ઓર્ડર હજુ સુધી મળ્યો ન હોય તેથી શિવમ અને અભિષેક બન્ને તપાસ કરવા માટે ગયા ત્યારે તેમના સિનિયર કલાર્ક સગા ભાઈઓ શિવરાજસિંહ અને સિધ્ધરાજસિંહ ત્યાં હાજર ન હોય જેથી તેમને ત્યાંના પટ્ટાવાળાને બન્ને ભાઈઓ આવે તો અમોને ઓર્ડર માટે જાણ કરશો. તેવી વાત કરી ત્યાંથી જમવા માટે ઘરે ગયા બાદમાં શિવરાજસિંહ અને સિધ્ધરાજસિંહએ ફોન ઉપર અભિષેક અને શિવમને ગાળો આપી હતી. લંચ બ્રેકમાંથી પોતાના બહેન નિરાલીને લઈ શિવમ પોતાની કચેરીએ પહોંચ્યો ત્યારે અભિષેક પણ ત્યાં હાજર હોય સિનિયર કલાર્ક શિવરાજસિંહ અને સિધ્ધરાજસિંહએ અભિષેક અને શિવમ ઉપર હુમલો કરી દીધો હતો. બચાવવા વચ્ચે પડેલા શિવમના બહેન જીએસટી ઈન્સ્પેકટર નિરાલીબેન ઉપર પણ ધોકા વડે હુમલો કરાયો હતો. ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિલટમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમજ આ બાબતે ઉપરી અધિકારીને પણ જાણ કરી હતી. હુમલાખોર બન્ને ભાઈઓ સામે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા બન્નેની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે.

બન્ને સિનિયર ક્લાર્કે ધોકા સાથે એક કલાક સુધી કચેરી બાનમાં લીધી
બહુમાળી ભવનમાં આવેલ સિંચાઈ વિભાગની કચેરીમાં બનેલા આ બનાવથી ત્યાં આવેલા અરજદારોમાં પણ ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. વડી કચેરી તરફથી આવેલા પત્ર બાબતની પુછપરછ મામલે સિનિયર કલાર્ક શિવમ કિશોર પાડલીયા અને અભિષેક ટાંક ઉપર હુમલો કરનાર સિનિયર કલાર્ક શિવરાજસિંહ જાડેજા અને સિધ્ધરાજસિંહ જાડેજા બન્ને સગા ભાઈઓ છે. કચેરીમાં ધોકા સાથે એક કલાક સુધી બન્ને ભાઈઓેએ આતંક મચાવ્યો હોય અને બહુમાળી ભવન કચેરીની સિંચાઈ વિભાગની ઓફિસને બાનમાં લઈને સરાજાહેર ગાળાગાળી કરી હતી. ફોન ઉપર અભિષેકને ગાળો આપતાં આ બાબતે અભિષેકે પોતાના ઉપર અધિકારી કાર્યપાલક ઈજનેરને જાણ કરી હતી. પરંતુ કાર્યપાલક ઈજનેર મિટીંગમાં વ્યસ્ત હોય તેમને ગંભીરતા નહીં દાખવતાં બન્ને ભાઈઓએ ધોકા લઈ કચેરીને બાનમાં લીધી હતી અને સરાજાહેર જીએસટી ઈન્સ્પેકટર અને બે કલાર્ક ઉપર હુમલો કરી દીધો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement