For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડ પંથકમાં પોક્સો તથા દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સખત કેદી તથા દંડ

12:54 PM May 21, 2024 IST | Bhumika
ભાણવડ પંથકમાં પોક્સો તથા દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સખત કેદી તથા દંડ
Advertisement

   ભાણવડ પંથકમાં રહેતી એક સગીરાને અપહરણ કરી ગયા બાદ દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં મૂળ રાણાવાવ તાલુકાના અમરદળ ગામના રહીશ એવા એક શખ્સને ખંભાળિયાની સ્પેશિયલ પોકસો અદાલતે 10 વર્ષની સખત કેદ તથા રૂપિયા 17,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.  આ સમગ્ર પ્રકરણ અંગે સરકારી સૂત્રો દ્વારા જાણવા માટે વિગત મુજબ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અમરગઢ ગામના મૂળ રહીશ અને હાલ મોરબી ખાતે રહેતા દિનેશ હીરાભાઈ ચાવડા (ઉ.વ. 28) એક સગીરાને પોતાનો મોબાઈલ નંબર આપી લલચાવતા આ અંગેનો ગુનો રાણાવાવ પોલીસ મથકમાં નોંધાયો હતો. જેની મુદતમાં ગયેલા આરોપી દિનેશ હીરાભાઈ ચાવડાએ મુદત પૂર્ણ કર્યા બાદ દેવભૂમિ દ્વારકાના વાનાવડ તથા ભાણવડ ખાતે રહેતા તેના સંબંધીને ત્યાં ગયો હતો.  ગત તારીખ 12 ઓગસ્ટ 2023 ના રોજ આરોપી શખ્સ સગીરાને પોતાની મોટરસાયકલમાં બેસાડીને મોરબી લઈ ગયા બાદ ભોગ બનનારના ભાઈએ ફોન કરતા આરોપી દિનેશ ચાવડાએ સગીરા પોતાની સાથે નહીં હોવાનું ખોટું બોલી એને મોરબીના જૂનું ઘૂંટું રોડ ઉપર આવેલા એક સેલ્ટર હોમ રૂમ ખાતે લઈ જઈ અને તેણી સાથે બળજબરીપૂર્વક તેણીની એકલતાનો ગેરલાભ લઇ અને શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ કૃત્ય બાદ આરોપી ઉપર પોક્સો અંગેનો કેસ થશે અને પોતાનું નામ ન આવે તે હેતુથી ભોગ બનાવનારને મોરબીથી રાજકોટ વાળી બસમાં એકલી બેસાડી દીધી હતી. રાજકોટ બસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ ભોગ બનનાર પુનઃ રાજકોટથી મોરબી આરોપી દિનેશ હીરાભાઈ ચાવડા પાસે જતી હોય, મોરબી બસ સ્ટેન્ડથી આરોપીને ફોન કરીને બસ સ્ટેન્ડ ખાતેથી લઈ જવા જાણ કરતા આ વખતે તહોમતદારે પોતાની ઉપર કોઈને શંકા ન જાય તે હેતુથી ભોગ બનનાર મોરબી બસ ખાતે એકલી હોવાની જાણ કરતાં તુરંત સ્થાનિક પોલીસ મારફતે ભોગ બનનાર તથા આરોપીને હસ્તગત કરવા જણાવી અને ભોગ બનનાર તથા આરોપીને ભાણવડ ખાતે લાવવામાં આવ્યા હતા.   જ્યાં મહિલા પોલીસ કર્મચારી તેમજ મહિલા સામાજિક કાર્યકર તથા ભોગ બનનારના માતાની હાજરીમાં સગીરાએ ઉપરોક્ત સમગ્ર બાબત રજૂ કરી હતી. આરોપીએ તેણીને પ્રેમ જાળમાં ફસાવી અને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને મોરબી લઈ ખાતે લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હોવા અંગે ભાણવડ પોલીસ મથકના આરોપી સામે અપહરણ, દુષ્કર્મ તથા પોકસો એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.   આ સમગ્ર પ્રકરણમાં તપાસનીસ અધિકારી ટી.સી. પટેલ દ્વારા જરૂરી દસ્તાવેજો મેળવી અને ખંભાળિયાના નામ. એડી. સેશન્સ જજ શ્રી વીપી અગ્રવાલ સમક્ષ આ સમગ્ર કેસ ચાલી જતા જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલો તેમજ આધાર પુરાવાઓને ધ્યાનમાં રાખીને નામદાર અદાલતે આરોપીને દસ વર્ષની સખત કેદ તથા જુદા જુદા ગુનાઓમાં કુલ રૂપિયા 17,000 નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ સજા ભોગવવા માટેનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ભોગ બનારના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે તેણીને વીટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂ. ત્રણ લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે.
Advertisement
Tags :
Advertisement
Advertisement