For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

NEET પેપર લીક કૌભાંડમાં તેજસ્વીનું નામ ઉછળ્યું: પૂર્વ ડે. સીએમના PAએ માસ્ટરમાઈન્ડ રૂમ બુક કરાવ્યો, Dy. CM વિજય સિન્હાનો દાવો

02:34 PM Jun 20, 2024 IST | Bhumika
neet પેપર લીક કૌભાંડમાં તેજસ્વીનું નામ ઉછળ્યું  પૂર્વ ડે  સીએમના paએ માસ્ટરમાઈન્ડ રૂમ બુક કરાવ્યો  dy  cm વિજય સિન્હાનો દાવો
Advertisement

NEET પેપર લીકનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. એક તરફ દેશની સૌથી મોટી કોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે તો બીજી તરફ આ કેસની તપાસનો વ્યાપ પણ વધી રહ્યો છે. પટનાના એક વિદ્યાર્થીએ પેપર લીક થયાની કબૂલાત કરી છે. ત્યારે હવે આ મામલામાં એક રાજકીય એંગલ પણ સામે આવ્યો છે. બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ લાલુ પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિજય સિંહાએ દાવો કર્યો છે કે પેપર લીક તેજસ્વી યાદવના અંગત સચિવ સાથે જોડાયેલું છે.

બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ NEET પેપર લીક મુદ્દે મોટો દાવો કર્યો છે. વિજય સિન્હાએ કહ્યું કે બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના નજીકના તેમના સેક્રેટરી પીએસ (પર્સનલ સેક્રેટરી)એ NEET પેપર લીકના આરોપી સિકંદર યાદવેન્દુ માટે ગેસ્ટ હાઉસ બુક કરાવ્યું હતું. વિજય સિંહાએ કહ્યું કે, તેજસ્વી યાદવના સેક્રેટરી પ્રીતમ યાદવના નિર્દેશ પર સિકંદર માટે ગેસ્ટ હાઉસ બુક કરવામાં આવ્યું હતું.

Advertisement

વિજય સિંહાએ કર્યો મોટો દાવો
નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ દાવો કર્યો હતો કે બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વીના પીએ પ્રિતમ કુમારના કહેવા પર NEET પેપર લીકના આરોપી સિકંદર યાદવેન્દુકેના નામે ગેસ્ટ હાઉસમાં બુકિંગ કરવામાં આવ્યું હતું. વિજય સિન્હાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે પ્રીતમ કુમારે ગેસ્ટ હાઉસના બુકિંગ માટે બે વાર ફોન કર્યો હતો, પહેલા 1 મેના રોજ સવારે 9.07 વાગ્યે અને પછી 4 મેના રોજ.

વિજય સિન્હાએ વધુમાં કહ્યું કે અધિકારીઓએ કહ્યું કે તેઓએ દબાણ હેઠળ ગેસ્ટ હાઉસ બુક કરાવ્યું હતું. તેમના કોલને પહેલા દિવસે ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો. ડેપ્યુટી સીએમએ એમ પણ કહ્યું કે ગેસ્ટ હાઉસમાં રહેવા માટે કોઈ એલોટમેન્ટ લેટર નથી, પરંતુ લોકો ત્યાં રોકાયા છે. જો કે વિજય સિન્હા પણ રોડ કન્સ્ટ્રક્શન મિનિસ્ટર છે અને આ ગેસ્ટ હાઉસ પણ તેમના હેઠળ આવે છે. આ સાથે જ માર્ગ નિર્માણ વિભાગ અગાઉ તેજસ્વી યાદવ પાસે હતો.

અધિકારીઓએ જણાવ્યું કે તેજસ્વી યાદવના પીએસ પ્રિતમનો રૂમ બુક કરવા માટે કોલ આવ્યો હતો. સિકંદર યાદવેન્દુના નામે રૂમ બુક કરાવવા માટે કોલ આવ્યો હતો. આ સાથે જ વિજય સિંહાએ પ્રેસ કોન્ફરન્સમાં જ પીડબલ્યુડીના ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. અધિકારીઓ પર આરોપ છે કે કેવી રીતે તેઓએ સિકંદર યાદવેન્દુને ફાળવણી વિના રહેવાનો આદેશ આપ્યો અને એક અઠવાડિયા સુધી આ સમાચાર ચાલ્યા પછી પણ તેઓ કેમ ચૂપ રહ્યા.

Advertisement
Tags :
Advertisement
Advertisement