For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવા ટીમ ઇન્ડિયાનો ઇનકાર

12:05 PM Jun 15, 2024 IST | admin
ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવા ટીમ ઇન્ડિયાનો ઇનકાર

ICC ટૂર્નામેન્ટમાં માત્ર સાત ટીમ ભાગ લેશે

Advertisement

પાકિસ્તાન આવતા વર્ષે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવાનું નક્કી કરે છે. લગભગ 7 વર્ષ બાદ ફરી એકવાર આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. છેલ્લી વખત રમાઈ હતી ત્યારે પાકિસ્તાનની ટીમે ફાઇનલમાં ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ત્રણ મેદાન પર યોજાશે. તેમાં માત્ર 7 ટીમો ભાગ લેશે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમવા માટે ભારતીય ટીમના પાકિસ્તાન જવા અંગે ઘણા સમયથી શંકા હતી. હકીકતમાં, આ ટીમે 2008 પછી ક્યારેય પાડોશી દેશની મુલાકાત લીધી નથી. મુંબઈ હુમલાને કારણે ભારત સરકારે ફરી ક્યારેય તેની ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી.

Advertisement

ગયા મહિને જ્યારે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે સરકાર લીલી ઝંડી આપ્યા બાદ જ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા નિર્ણય આપશે. તત્કાલીન રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે,

તે બીસીસીઆઇ પર નિર્ભર કરે છે કે તે શું નિર્ણય લે છે. જ્યારે હું બીસીસીઆઈનો અધ્યક્ષ હતો ત્યારે મેં સ્પષ્ટ કહ્યું હતું કે બે વસ્તુઓ એક સાથે ન થઈ શકે. જ્યારે તમે ભારતમાં આતંકવાદ ફેલાવો છો અને ઈચ્છો છો કે અમારી ટીમ પાકિસ્તાન જઈને રમે, તો તે શક્ય નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement