For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20 વર્લ્ડ કપમાં આજે અમેરિકા સાથે ટકરાશે ટીમ ઈન્ડિયા

12:14 PM Jun 12, 2024 IST | Bhumika
t 20 વર્લ્ડ કપમાં આજે અમેરિકા સાથે ટકરાશે ટીમ ઈન્ડિયા
Advertisement

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી શાનદાર રીતે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 2 મેચ જીતી છે. પ્રથમ મેચમાં ટીમના કેપ્ટન રોહિત શર્માની અડધી સદીની ઇનિંગ અને જસપ્રિત બુમરાહની શાનદાર બોલિંગની મદદથી ટીમે આયર્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાન સામેની મેચમાં અનુભવી ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હરાવ્યું હતું આજે ભારત-અમેરિકાનો મેચ સાંજે 8 વાગ્યે શરૂ થશે.

આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને અમેરિકા સામેની મેચ પહેલા મોટો ફટકો પડ્યો છે કારણ કે ટીમનો યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહ આગામી મેચમાંથી બહાર થઈ ગયો છે.અમેરિકા સામેની મેચ ન્યૂયોર્કના મેદાન પર જ રમાશે. ન્યૂયોર્કના મેદાન પર રમાયેલી શરૂૂઆતની મેચોમાં ફાસ્ટ બોલરને ઘણી મદદ મળી રહી હતી, પરંતુ છેલ્લી બે મેચમાં સ્પિનરને ન્યૂયોર્કની પિચ પર ઘણો ટર્ન મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સુકાની રોહિત શર્મા અર્શદીપ સિંહને પ્લેઈંગ 11માંથી બહાર કરવાનો અને તેની જગ્યાએ કોઈ અનુભવી સ્પિનરને સામેલ કરવાનો નિર્ણય લઈ શકે છે.

Advertisement

ટી20 વર્લ્ડ કપ 2024 દરમિયાન અર્શદીપ સિંહે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 3 વિકેટ ઝડપી છે, પરંતુ આ સમયગાળા દરમિયાન અર્શદીપ સિંહનો ઈકોનોમી રેટ ઘણો ઊંચો રહ્યો છે. જે મેદાન પર કોઈ ટીમ તેની ઇનિંગ્સમાં 120 રનનો આંકડો પાર કરી શકી નથી. અર્શદીપ સિંહ તે મેદાન પર 8થી વધુના ઇકોનોમી રેટથી બોલિંગ કરી રહ્યો છે. આ બીજું કારણ છે કે સુકાની રોહિત શર્મા અર્શદીપ સિંહને અમેરિકા સામેની મેચમાંથી બહાર કરી શકે છે.

જો કેપ્ટન રોહિત શર્મા અમેરિકા સામેની વર્લ્ડ કપ મેચમાં પ્લેઈંગ 11માં અર્શદીપ સિંહને સામેલ કરવાનો નિર્ણય નહીં લે તો ટીમના પ્લેઈંગ 11માં તેના સ્થાને કુલદીપ યાદવને તક આપવામાં આવી શકે છે. કુલદીપ યાદવની વાત કરીએ તો આઈપીએલ 2024 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતી વખતે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. આવી સ્થિતિમાં ન્યૂયોર્કના મેદાન પર કુલદીપ યાદવ અર્શદીપ સિંહનો સારો રિપ્લેસમેન્ટ સાબિત થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement