For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં નિષ્ફળતા બાદ ટીમ ઇન્ડિયાના કોચને હટાવાયા

12:22 PM Jun 18, 2024 IST | admin
વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં નિષ્ફળતા બાદ ટીમ ઇન્ડિયાના કોચને હટાવાયા

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની બેઠકમાં નિર્ણય

Advertisement

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને સોમવાર 17 જૂનના રોજ બેઠક બાદ સ્ટીમચને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. ફેડરેશને કહ્યું કે સ્ટીમચને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.

ટીમ ઈન્ડિયાના તાજેતરના પ્રદર્શનથી આ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. ભારતીય ટીમ ઋઈંઋઅ વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં કતાર સામે વિવાદાસ્પદ રીતે 1-2થી હારી ગઈ અને આ રીતે ત્રીજા રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળ રહી.

Advertisement

સોમવારે યોજાયેલી અઈંઋઋની બેઠકમાં તમામ સભ્યો સ્ટીમચને હટાવવા પર સહમત થયા હતા, ત્યારબાદ ફેડરેશને એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે વર્લ્ડ કપ ક્વોલિફિકેશન અભિયાનમાં ટીમ ઈન્ડિયાના નિરાશાજનક પ્રદર્શનને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ટીમને એક નવા કોચની જરૂૂર છે.
1998 વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં પહોંચેલી ક્રોએશિયન ટીમના સભ્ય સ્ટિમેકને 2019માં ભારતીય ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ટીમ ઈન્ડિયા થોડા સમય માટે ફિફા રેન્કિંગમાં ટોપ-100માં પરત ફરી હતી.

સ્ટિમેકના કાર્યકાળ દરમિયાન, ભારતીય ટીમે 2 જઅઋઋ ચેમ્પિયનશિપ સહિત 4 ટ્રોફી જીતી હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં ટીમનું પ્રદર્શન સતત કથળતું રહ્યું અને લાંબા સમયથી ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી, જેના પછી સ્ટીમચને માંગ ઉઠી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement