સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

તાડફળી માત્ર ઉનાળામાં જોવા મળતું ફળ છે જે અનેક રોગો માટે ફાયદાકારક

12:19 PM Apr 20, 2024 IST | Bhumika
Advertisement

ઘણા લોકો તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર હોય છે.આજના સમયમાં કોણ સ્વસ્થ રહેવા માંગતું નથી. શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા લોકો ફળોનો આશરો લે છે. તો આપણે વિચારીશું કે શુ ફળોમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન્સ અને મ્નરલ્સ મળશે? કેટલાક એવાફળ છે જે ઋતુ અનુસાર ઉત્પન્ન થાય છે અને ફળમાં હાજર ગુણધર્મો શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.ગ્રીષ્મ ઋતુમાં ઘણા ફળો જોવા મળે છે જે ખાવાથી શરીરને અંદરથી ઠંડું રાખે છે અને આ ઋતુમાં થતા રોગોથી બચાવે છે. આ તાડફળી ખાસ કરીને દરિયા કીનારાનાં પ્રદેશોમાં જોવા મળતી હોય છે. જે નારીયેળ જેવા કદનું હોય છે, પરંતુ નાનું હોય છે. તાંડવથી પારદર્શક અને સફેદ જેલી જેવી હોય છે. જે ખાવામાં સ્વાદમાં પણ મીઠી હોય છે.આ ફળ પોષક તત્વોથી ભરપૂર છે.

Advertisement

જે શરીરમાં થતા ડીહાઈડ્રેશન સામે રક્ષણ આપે છે. આ ફળ થી શરીરને રોગપ્રતિકારક શક્તિ મળે છે. ચલો જાણીયે તાડફળીના ફાયદા.જે સમયે તમારા શરીર પર ગરમીના પ્રકોપને લીધે ચામડીના રોગો તેમજ શરીર પર બળતરા, ખંજવાળ, ફોડલાઓ પડી જાય ત્યારે આ ફળને ઉપયોગમાં લેવામાં આવે તો સારું પરિણામ આપે છે. ચામડીની સમસ્યાઓ દૂર થઈ જશે. આ ફળ પોટેશિયમ નામના તત્વથી ભરપૂર છે. જેના પરિણામે તે શરીરને સાફ કરવામાં ઉપયોગી થાય છે.
જયારે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે. શરીરમાં પાણીનો અભાવ જોવા મળે તેવા સમયે તમને આ તાડફળી ખુબ જ ઉપયોગી થશે. જે તમારા શરીરમાં પાણીના જથ્થાને બનાવી રાખે છે. આ ફળ શરીરમાં ઠંડક બનાવી રાખવામાં ખુબ જ મદદરૂૂપ થાય છે. તાડફળી પેટની સમસ્યાઓમાં પણ ખુબ જ ઉપયોગી થતું હોય છે. જે પેટની સમસ્યાઓમાં કબજીયાત અને દુખાવામાં મદદરૂૂપ થાય છે.

તાડફળી ઘણા પ્રકારના પોષકતત્વો ધરાવતું હોવાથી તે શરીરમાં બીજા ઘણા પ્રકારના રોગોમાં ઉપયોગી થતું હોય છે. જે શરીરમાંથી પાણીની સાથે ઝેરી પદાર્થને દૂર કરે છે. જે શરીરમાં થતી પાચનની સમસ્યાને દૂર કરે છે. ઘણી તકલીફોને દૂર કરવામાં આ ફળ ઉપયોગી થાય છે.આ ફળના સેવનથી પેટના ખરાબ તત્વોને દૂર થાય છે અને પેટ એકદમ સ્વસ્થ રહે છે.વિટામિનની માત્રા વધારે હોવાને કારણે આ ફળ લીવરને સાફ રાખવામાં મદદ કરે છે.શરીરમાં પાણીની કમી દૂર કરવા માટે દરરોજ એક ગ્લાસ તાડફળીનું પાણી પીવું જોઈએ.

જો કોઈ સગર્ભા સ્ત્રી હોય,તો તેને તેના ખોરાકમાં આ ફળનો સમાવેશ કરવો જ જોઈએ.સગર્ભા સ્ત્રીઓને થતી તકલીફો જેમ કે કમરમાં દુખાવો,પેટનો દુખાવો કે અન્ય કોઈ તકલીફ થતી હોય,તો આ ફળના સેવનથી તે બધી તકલીફો દૂર થાય છે.માસિક ધર્મની સમસ્યાઓ માટે ખુબ જ ઉપયોગી થાય છે. જયારે માસિકની અનિયમિત સમસ્યાઓ, કમરનો દુખાવો, ખંજવાળ આવી બધી સમસ્યાઓમાં તે લાભદાયક છે. જે શરીરની નબળાઈને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી થાય છે. તાડફળીનાં ફળમાં ખુબ જ સારા એવા પ્રમાણમાં પાણી રહેલું હોય છે.સાથે તે શરીરમાં લાગતી ભૂખ પર પણ સારા એવા પ્રમાણમાં કાબુ મેળવવા માટે ઉપયોગી થાય છે. ઉનાળાના સમયમાં આપણા શરીરમાં થતી પેશાબની સમસ્યામાં પણ આ તાડફળી ખુબ જ મદદ કરતું ફળ છે.

તેમાં રહેલા કુદરતી તૈલી પદાર્થના લીધે તે શરીરમાં થતા ચહેરા પરની ખીલની સમસ્યાને દૂર કરે છે. શરીરમાં ધીરે ધીરે પેશાબ આવવો, બળતરા થવી, પેશાબનાં સમયે થતા દુખાવાની સમસ્યામાં પણ આ ફળનો લાભ રાહત આપે છે.જેથી ઉનાળાના આવી સમસ્યાનો ઈલાજમાં ઉપયોગ થતો હોવાથી આ ફળનું ખુબ જ મહત્વ ખુબ છે.
વાળની સમસ્યાને દૂર કરવામાં તેમજ વાળને લીસ્સા કરવામાં અને ચમક આપવામાં લાભદાયક છે. આમ, આ રીતે તાડ ફળી ઉનાળા ફળમાં ખુબ જ સારું એવું મહત્વ ધરાવે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
ગ્રીષ્મ ઋતુમાં તાડફળીનો ઉપયોગ કરી રોગોથી દૂર રહો.

Tags :
helathhelath newsindiaindia newsLIFESTYLE
Advertisement
Next Article
Advertisement