For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થાનગઢના ભલુડા વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતી ખાણો પર તંત્રના દરોડા

12:08 PM Jun 06, 2024 IST | admin
થાનગઢના ભલુડા વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતી ખાણો પર તંત્રના દરોડા

હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં રેતી ચોરીના પગલે અવારનવાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ફરી એક વખત બપોરના સુમારે ચાડધ્રા અને મિયાણી વચ્ચે પસાર થતી બ્રાહ્મણી નદીમાં હળવદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા ચાર ટ્રેક્ટરો સાથે 10 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી અટકાવવા માટે અવારનવાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તંત્રની આંખોમાં ધુળ નાખીને ચાડધ્રા અને મિયાણી વચ્ચે રેતી ચોરી કરતા ચાર ટ્રેક્ટર અને 10 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે પીઆઈ આર.ટી વ્યાસ દ્વારા દરોડો પાડતાં જીજે 03 સીએલ 7335ના મયુર અમુલભાઈ લોખિલ ,જીજે 13 એમ 8675 વિપુલ દિલુભા લોખિલ, જીજે 03 કેએચ 3247 અશ્વિન પ્રભુભાઈ ડાંગર અને જીજે 36 બી 4234 સુરેશ કિશોરભાઈ રાઠોડને ઝડપી પાડીને.આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હળવદ પોલીસ મથકના પીઆઈ આર.ટી વ્યાસે ટીકર ગામે પાણીના ટાંકા પાસેથી ચાર ડમ્પરો ડિટેન કર્યા હતા. જેમાંથી રેતી ભરેલા ડમ્પરને 3.61નો ખાણખનીજ વિભાગે ફટકાર્યો હતો તો સાથે થોડા સમય પહેલા પાટલા ટ્રક અને હિટાચી મશીન પણ ઝડપી પાડ્યું હતું. જેને પણ ખાણ ખનીજ વિભાગે 2.48 લાખનો માતબર દંડ ફટકાર્યો હતો આમ પોલીસ દ્વારા ખનન કરતાં વાહનો ઝડપીને ખાણ ખનીજને હવાલે કરતા ખનન માફિયાઓમાં રીતસરનો સોપો પડી ગયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement