For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદર નજીક ટેન્કર અને યાત્રાળુ બસનો અકસ્માત : 30થી વધુ ઘાયલ

03:43 PM May 18, 2024 IST | Bhumika
પોરબંદર નજીક ટેન્કર અને યાત્રાળુ બસનો અકસ્માત   30થી વધુ ઘાયલ

અમદાવાદના ધોલેરા પંથકના યાત્રાળુઓ દ્વારકાથી સોમનાથ દર્શનાર્થે જતાં હતા ત્યારે નડ્યો અકસ્માત : ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

Advertisement

પોરબંદર નજીક દ્વારકા-સોમનાથ હાઈવે પર આજે સવારે ટેન્કર અને યાત્રાળુ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 30થી વધુ યાત્રાળુાઓ ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર માટે પોરબંદર હોસ્પિટલમાં ખસેડાયા છે. અમદાવાદના ધોલેરા પંથકના યાત્રાળુઓ ભરેલી બસ દ્વારકાથી સોમનાથ દર્શનાર્થે જતા હતા ત્યારે પોરબંદર નજીક હાઈવો ઉપર બંધ પડેલા ટેન્કર પાછળ બસ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ અમદાવાદના ધોલેરા તાલુકાના સોઢી ગામે રહેતા 50 જેટલા પરિવારજનો યાત્રાળુ બસમાં સૌરાષ્ટ્રના યાત્રાધામોના દર્શનાર્થે નિકળ્યા હતાં દરમિયાન આજે સવારે દ્વારકા દર્શન કરી સોમનાથ જઈ રહ્યા હતાં ત્યારે પોરબંદર નજીક સોમનાથ દ્વારકા હાઈવે પર પાણી ભરેલ ટેન્કર હાઈવે ઉપર બંધ પડ્યું હોય જેની પાછળ યાત્રાળુ બસ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે ઈજાગ્રસ્તોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. ત્યારે બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ અકસ્માતમાં યાત્રાળુ બસમાં સવાર 30થી વધુ લોકોને ઈજા પહોંચતા તમામને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

Advertisement

આ અકસ્માતમાં દેવજીભાઈ ખીમજીભાઈ ડાભી ઉ.વ.65, તાજુબેન દેવજીભાઈ સરવૈયા ઉ.વ.60, હરેન્દ્ર ભીખાભાઈ ઉ.વ.40, કાંતાબેન દેવજીભાઈ ડાભી ઉ.વ.59, ગવરીબેન ઓધવજીભાઈ ડાભી ઉ.વ.60, લાભુબેન નરસિંહભાઈ ડાભી ઉ.વ.50, કાશીબેન ભાયાભાઈ ઉ.વ.63, વાલીબેન તોગાભાઈ ભરવાડ ઉ.વ.50, વિષ્નુભાઈ દેવજીભાઈ સરવૈયા ઉ.વ.52, રાજેશભાઈ જીણાભાઈ ઉ.વ.42, ગજેન્દ્રસિંહ ભીખુભા ઉ.વ.45, ઘનશ્યામભાઈ ધરમસિંહભાઈ ઉ.વ.57, છનાભાઈ કાળુભાઈ ઉ.વ.22, અજિતભાઈ ખોળુભાઈ ડાભી ઉ.વ.55, રમીલાબેન રમેશભાઈ ડાભી ઉ.વ. 45, જનકબેન ધારસીભાઈ ડાભી ઉ.વ. 50, રામુબેન વલ્લભભાઈ ડાભી ઉ.વ.50, ચંપાબેન કેશુભાઈ સોલંકી ઉ.વ.60, સવુબેન પ્રેમજીભાઈ ડાભી ઉ.વ.60, કરમશીભાઈ ભુખાભાઈ સરવૈયા ઉ.વ.60, વલ્લભભાઈ જીવાભાઈ ડાભી ઉ.વ.60, દિપાબેન રામજીભાઈ ઉ.વ.55 સહિત 30થી વધુ ઈજાગ્રસ્ત થયા હતાં. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement