For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાલાલાને ટક્કર: ગોંડલ યાર્ડમાં કેરીની બમણી આવક

12:07 PM May 14, 2024 IST | Bhumika
તાલાલાને ટક્કર  ગોંડલ યાર્ડમાં કેરીની બમણી આવક
Advertisement

તાલાલામાં 12000 બોક્સ સામે ગોંડલ યાર્ડમાં 24 હજાર બોકસની આવક, તાલાલા યાર્ડમાં ભાવ નીચા બોલાયા

તાલાલા યાર્ડ કેરીનુ પીઠુ ગણાય છે પરંતુ ગીર પંથકમાં કેરીની આવક મંદ રહેતા ગોંડલ યાર્ડમાં કેસર સહિતની કેરીની બમણી આવક જોવા બળી છે. ગઇકાલે તાલાલા યાર્ડમાં 12000 બોકસની આવક થયેલ જેની સામે ગોંડલ યાર્ડમાં કેરીની આવક 24000 બોકસને પાર થઇ ગઇહતી છતા તાલાલા યાર્ડમાં કેરીના ભાવ નીચા જોવા મળયા હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે હાફૂસ, રાજાપુરી, કેસર અને બદામ મળીને કુલ 21,438 બોક્સ કેરીની આવક થઈ હતી. જે પૈકી સૌથી વધારે 19828 બોક્સ કેસર કેરીની આવક રહી હતી. ગઈકાલે યાર્ડમાં 24,468 કેસર કેરીના બોક્સની આવક રહી હતી.

Advertisement

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 1000 થી 1600 રૂૂપિયા રહ્યો હતો.જેમાં સૌથી ઊંચો ભાવ 2200 સુધી પહોંચ્યો હતો.હાફુસ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 1600 થી 2300 રૂૂપિયા બોલાયો હતો.જેમાં સૌથી ઊંચો ભાવ 3000 સુધી પહોંચ્યો હતો. બદામ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 650 થી 850 રૂૂપિયા બોલાયો હતો. જેમાં સૌથી ઊંચો ભાવ 1100 સુધી પહોંચ્યો હતો. રાજાપુરી કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 760 થી 830 રૂૂપિયા બોલાયો હતો. જેમાં સૌથી ઊંચો ભાવ 900 સુધી પહોંચ્યો હતો.

કેરીની આવક
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 19828 બોક્સની આવક થઈ હતી.
હાફુસ કેરીના 43 બોક્સની આવક થઈ હતી.
રાજાપુરી કેરીના 388 બોક્સ કેરીની આવક થઈ હતી.
બદામ કેરીના 1179 બોક્સ કેરીની આવક થઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement