For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિક્સર કિંગ યુવીના હાથમાં T-20 વર્લ્ડ કપની ટ્રોફી

12:39 PM May 09, 2024 IST | Bhumika
સિક્સર કિંગ યુવીના હાથમાં t 20 વર્લ્ડ કપની ટ્રોફી
Advertisement

ટી-20 વર્લ્ડ કપ 2024ના બ્રેન્ડ ઍમ્બેસેડર યુવરાજ સિંહે ગઈકાલે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો શેર કરી ભારતીય ટીમને ખાસ સંદેશ આપ્યો હતો. અમેરિકાના માયામી પહોંચેલી વર્લ્ડ કપ ટ્રોફી સાથે 42 વર્ષના યુવરાજ સિંહે પોઝ આપ્યો હતો. 2007ના ટી-20 વર્લ્ડ કપની ચેમ્પિયન ભારતીય ટીમનો ભાગ રહેલા યુવરાજ સિંહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ફોટો શેર કરીને ભારતીય ક્રિકેટર્સને ટેગ કરીને લખ્યું હતું કે સારું થશે જો આ વખતે ટ્રોફી ઘરે લાવશો, કોઈ દબાણ નથી. સિક્સર કિંગ યુવરાજ સિંહે 2007ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડ સામે એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement