For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20 વર્લ્ડ કપ: લો સ્કોરિંગ મેચમાં પાક. સામે ભારતનો દિલધડક વિજય

11:11 AM Jun 10, 2024 IST | admin
t 20 વર્લ્ડ કપ  લો સ્કોરિંગ મેચમાં પાક  સામે ભારતનો દિલધડક વિજય
Advertisement

119 રનના ટાર્ગેટ સામે પાક. 113 રન જ બનાવી શક્યું, બુમરાહનો તરખાટ

ભારતે પાકિસ્તાનને હરાવીને ટી 20 વર્લ્ડ કપની મેચ જીતી લીધી છે. ટોસ હારીને બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયા 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે ભારતીય બોલરોએ રંગ રાખ્યો હતો. પાકિસ્તાની ટીમને હરાવી હતી. પાકિસ્તાનની શરૂઆત સારી રહી હતી. જો કે 10મી ઓવર બાદ રસાકસી મેચમાં જોવા મળી હતી. અંતિમ 12 બોલમાં 21 રન બનાવવાના હતા. પાકિસ્તાનની ટીમ 19 ઓવરમાં છ વિકેટ ગુમાવી 102 રનના સ્કોર પર હતી.

Advertisement

અંતિમ ઓવરમાં પાકિસ્તાની વિકેટ પડી હતી. ભારતીય બોલરોએ રંગ રાખતા પાકિસ્તાનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 113 રન કરી શકી હતી. ભારતીય ટીમનો છ રનથી વિજય થયો હતો.

મેચમાં ભારતીય ટીમની જીતના હીરો જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા રહ્યા છે, જેમણે પાકિસ્તાનની જીતનું સપનું રગદોડી નાખ્યુ હતું. જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં માત્ર 13 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ પણ ફખર જમાન અને શાદાબ ખાનને આઉટ કરીને ભારતને મેચમાં પુનરાગમન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે પણ એક-એક વિકેટ લીધી હતી. અર્શદીપે જ મેચની છેલ્લી ઓવર ફેંકી હતી.જેમાં પાકિસ્તાનને 18 રન બનાવવા પડ્યા હતા. પરંતુ પાકિસ્તાન રન બનાવી શક્યુ ન હતું.
પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને ફિલ્ડિંગ લેતાં ટીમ ઈન્ડીયા પહેલા બેટિંગ માટે ઉતારી હતી અને બધી વિકેટો ગુમાવતાં 119 રન કર્યાં હતા. પાકિસ્તાનને જીતવા માટે 120 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાની ટીમ રન ચેન્જ કરવા ઉતરી અને શરૂૂઆતમાં મેચ પર પકડ બનાવી હતી. જો કે 10મી ઓવર બાદ વિકેટો પડવા લાગતા મેચમાં અંતિમ સુધી રસાકસી જોવા મળી હતી. ભારતીય બોલરોએ પાકિસ્તાને મેચ જીતવા દીધી ન હતી.
ઓપનિંગ જોડી સાવ સસ્તામાં સમેટાઈ જતાં ભારતની જાણે માઠી દશા બેઠી. રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસેથી ઘણી આશા હતી પરંતુ તેઓ ખાસ કંઈ કરામત ન કરી શક્યાં. વિરાટ કોહલી ફક્ત 4 રનમાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો જ્યારે રોહિત પણ પોતાનું જોર દેખાડી શક્યો નહોતો અને 13 રનમાં આઉટ થઈને જતો રહ્યો હતો.

ટીમ ઈન્ડીયાનું પર્ફોમન્સ એટલું ખરાબ જોવા મળ્યું કે 100 રનની અંદર જ તેના 7 ખેલાડીઓ આઉટ થઈ ગયો હતો. પાકિસ્તાની બોલર્સે કડક બોલિંગ જાળવી રાખતાં ટીમ ઈન્ડીયાના ખેલાડીઓને રન કરવાના ફાંફાં પડ્યાં હતા. રોહિત-કોહલીના આઉટ થયાં બાદ ત્રીજા ક્રમે આવેલા ઋષભ પંત અને અક્ષર પટેલે બાજી સંભાળી હતી પરંતુ થોડો સમય સારુ રમ્યાં બાદ અક્ષર પટેલે પણ સસ્તામાં 20 રનમાં મેદાનથી બહાર થઈ ગયો હતો. આ પછી પંતના શિરે જવાબદારી આવી હતી જોકે પંતને શરુઆતમાં અનેક ધબડકાં કર્યાં હતા અને 3-4 વાર આઉટ થતાં રહી ગયો હતો પરંતુ લાઈન પર આવીને ધડબડાટી બોલાવી હતી અને રઉફની બોલિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યાં હતા. પંત સાથે રમી રહેલા સૂર્યકુમાર યાદવે પણ ધબડકો કર્યો હતો અને તે પણ અગાઉના ખેલાડીઓની જેમ સાવ સસ્તામાં 7 રનમાં આઉટ થઈ ગયો હતો. ત્યાર પછી આવેલો શિવમ દૂબે પણ પદૂબળોથ નીકળ્યો હતો અને ફક્ત 3 રનમાં ચાલતો થયો હતો. આ દરમિયાન પંતે તેની સારી રમત જાળવી રાખી હતી પરંતુ તે પણ શિકાર થઈ ગયો હતો અને 42 બોલમાં ઉચાળા ભરી ગયો. તેની પછી આવેલા રવિન્દ્ર જાડેજા તો બધા કરતાં પસવાયોથ નીકળ્યો અને પહેલા બોલમાં ચાલતી પકડી હતી. જસપ્રીત બુમરાહ પણ 0 રનમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા પણ 7 રનમાં આઉટ થયો હતો અને છેલ્લે અર્શદીપ પણ 9 રનમાં આઉટ થયો હતો આ રીતે ટીમ ઈન્ડીયા 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

પાકિસ્તાન વતી મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમની જોડી ઓપનિંગ માટે ઉતરી હતી. પાકિસ્તાને 26ના સ્કોર પર પાંચમી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જસપ્રીત બુમરાહે બાબર આઝમને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો હતો. બાબર 10 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. જો કે પાકિસ્તાની ટીમની મજબુત શરૂૂઆત રહી હતી. 10 ઓવરમાં એક વિકેટ ગુમાવી 57 રન કર્યા હતા. જો કે 11 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટે 65 રન હતો. આ ઓવરમાં અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી. પાકિસ્તાનની ત્રીજી વિકેટ 13મી ઓવરમાં 73ના સ્કોર પર પડી હતી. હાર્દિક પંડ્યાની ઓવરમાં ફખર ઝમાન કેચ આઉટ થયો હતો. ફખર આઠ બોલમાં 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય બોલરો સામે પાકિસ્તાની બેસ્ટ મેન ટકી શક્યા ન હતા. અને પાકિસ્તાની ટીમનો પરાજય થયો હતો.

ટીમ ઈન્ડીયાના ધુરંધરો સંપૂર્ણપણે ફેલ સાબિત થયાં હતા, માત્ર પંત અને અક્ષર થોડું ઘણું સારુ રમ્યાં હતા. પંતે શાનદાર 42 રન તો અક્ષરે 20 રન ફટકાર્યાં હતા. બાકીના બધા ખેલાડીઓ જાણે આઉટ થવા જ આવ્યાં હોય તેમ ધડાધડ આઉટ થઈને ચાલતી પકડવા લાગ્યાં હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement