For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીજચોરો સામે તંત્રની લાલ આંખ:બોટાદ જિલ્લામાં પીજીવીસીએલના વ્યાપક દરોડા

11:41 AM Dec 25, 2023 IST | Sejal barot
વીજચોરો સામે તંત્રની લાલ આંખ બોટાદ જિલ્લામાં પીજીવીસીએલના વ્યાપક દરોડા

અધિક્ષક ઇજનેર દ્વારા બોટાદ જિલ્લાના પ્રજાજનોને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અનુરોધબોટાદ પીજીવીસીસેલ વર્તુળ કચેરી હેઠળ અધિક્ષક ઈજનેરનાં માર્ગદર્શન હેઠળ તા.18.12.2023 થી તા.23.12.23 સુધી જુદી જુદી ડ્રાઈવ યોજવામાં આવી હતી. બોટાદ જિલ્લાના બોટાદ, બરવાળા, રાણપુર, પાળીયાદ, ગઢડા, ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમાં પોલીસ તેમજ એસઆરપી સાથે રાખીને ઘર વપરાશના કુલ 1681 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 361 જેટલા વીજજોડાણોમાં ગેરરીતી માલુમ પડતા કુલ રૂૂ. 95 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વાણીજ્યક હેતુના તેમજ ઔધોગિક હેતુના કુલ 173 વીજજોડાણો ચેક કરવામાં આવ્યા હતા.જેમાં 13 જેટલા વીજજોડાણ ગેરરીતી માલુમ પડતા કુલ રૂૂ. 16.4 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ, 178 જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 1884 જેટલા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી, 377 જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂૂ.113 લાખની વીજચોરીનાં દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં, અધિક્ષક ઈજનેરનાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લામાં વીજચોરીનું પ્રમાણ વધારે હોવાથી આ વખતે વીજચોરોનો વીજ ચેકિંગ માત્ર વહેલી સવારે જ આવે છે તેવો ભ્રમ ખોટો ઠેરવી સાંજના સમયે વીજજોડાણોની તપાસની કરવામાં આવી હતી. હવે પછી રાત્રી દરમ્યાન પણ વીજ ચેકિંગ કરવામાં આવશે તેમ જ વીજચોરી ઝડપવાની સધન ઝુંબેશ ચાલુ રખાશે અને વીજચોરોને બક્ષવામાં નહિ આવે, જેથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. અધિક્ષક ઇજનેર દ્વારા બોટાદ જિલ્લાના પ્રજાજનોને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement