For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વામીએ ગિફ્ટ આપવાના નામે યુવતીને બોલાવી મંદિરના રૂમમાં જ આચર્યું દુષ્કર્મ, વડતાલના ત્રણ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ

05:46 PM Jun 08, 2024 IST | Bhumika
સ્વામીએ ગિફ્ટ આપવાના નામે યુવતીને બોલાવી મંદિરના રૂમમાં જ આચર્યું દુષ્કર્મ  વડતાલના ત્રણ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ
Advertisement

વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના સંત પર યુવતીએ ગંભીર આરોપ લગાવ્યા છે. મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી અને હાલ વડતાલ ખાતે રહેતા જગત પાવન સ્વામી સહિત ત્રણ સ્વાની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પીડિતા સગીર અવસ્થામાં હતી ત્યારે પરિવાર સાથે સ્વામી મંદિરે દર્શને જતાં સ્વામીએ પિતાના ફોન નંબર મેળવી ગિફ્ટ આપવાના બહાને સગીરાને બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત પીડિતાને સ્વામીના વ્હોટ્સએપ ગ્રુપમાં ન્યૂડ વીડિયો કોલ કરાવવાનો અને ન્યૂડ ફોટો આપી બીભત્સ વાતો કરાવી હોવાનો પણ આક્ષેપ યુવતીએ લગાવ્યો છે. હાલમાં પીડિતા 23 વર્ષની છે અને તેને વાડી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે.પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

પીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે, 'વર્ષ 2016માં સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામીએ ગિફ્ટ આપવાના બહાને તેને મંદિરે બોલાવી હતી. તે સમયે તે તેના પિતા સાથે દર્શન કરવા સ્વામીનારાયણ મંદિરે જતાં જગત પાવન સ્વામીએ તેના પિતાના ફોન નંબર મેળવી ફોન કર્યો હતો. જે ફોન પીડિતાએ ઉપાડતા તેની સાથે વાતચીત કરી તેનો નંબર મેળવ્યો હતો. જે બાદ પીડિતા સાથે રોજ વ્હોટ્સએપના માધ્યમથી વાતચીત કરતા હતાં. જેમાં એક દિવસ પીડિતાને ઘડિયાણની ગિફ્ટ આપવાના બહાની વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ઘટના અંગે કોઈને કહીશ તો દવા પીને આપઘાત કરી લઈશ તેવું સ્વામીએ જણાવી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.

Advertisement

યુવતિએ વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત સગીરાને વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામીએ તેના સ્વામીના વ્હોટ્સએપ ગૃપમાં ન્યૂડ ફોટો અને બીભત્સ વાતો કરાવતા હતા. આ ઉપરાંત ગ્રુપમાં મારો ન્યૂડ વીડિયો કોલ પણ કરાવતા હતા. ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને હાલમાં મારી ઉંમર 23 વર્ષની છે. એ સમયે મારી પાસે કોઈ સોર્સ નહોતો કે હું પોલીસ ફરિયાદ કરી શકું. જગત પાવન સ્વામી પાસે તેના મારા ન્યૂડ ફોટો અને વીડિયો પણ છે, જે તાત્કાલિક ડિલિટ કરવામાં આવે. આ સાથે જ જગત પાવન સ્વામીને કડકમાં કડક સજા કરવામાં આવે. તેઓની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના એચ.પી. સ્વામી, કે. પી. સ્વામી અને જે.પી. સ્વામી પણ સામેલ હોવાનો આક્ષેપ પણ પીડિતાએ ફરિયાદમાં કર્યો છે.

યુવતીએ નોંધાવેલી ફરિયાદ અને તેના નિવેદન અનુસાર, આ ઘટના વર્ષ 2016માં બની હતી. આઠ વર્ષ બાદ આજે (આઠમી જૂન) યુવતીએ જગત પાવન સ્વામી સામે વાડી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જો કે, આ અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. પરંતુ 2016ની ઘટના અંગે 2024માં ફરિયાદ નોંધાવતા યુવતીની ફરિયાદમાં કેટલું તથ્ય છે તે એક મોટો સવાલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement