For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાંત્રિક વિધિની શંકાએ દંપતી સહિત ત્રણની હત્યા કરી લાશો કૂવામાં ફેંકી દીધી

05:43 PM Jan 15, 2024 IST | Bhumika
તાંત્રિક વિધિની શંકાએ દંપતી સહિત ત્રણની હત્યા કરી લાશો કૂવામાં ફેંકી દીધી

અમરેલીના લાલાવદરની સીમામાં આવેલા ખેતરના કુવામાંથી મળેલા ત્રણ મૃતદેહો અંગે મોટો ખુલાસો થયો છે. અમરેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેયની હત્યા કરી ને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આજે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા એક પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.

Advertisement

ગત તારીખ 12 જાન્યુઆરીની સવારે અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. જેમા એક દંપતિ અને એક આઠ વર્ષની કિશોરી ના મૃતદેહો હતા. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ શંકાસ્પદ હોવાના આધારે ત્રણેય મૃતદેહ ને ફોરેન્સીક પીએમ માટે ભાવનગર મોકલાયા હતા. જેમા ત્રણેયની હત્યા થઈ હોવાનું બહાર આવતા જીલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ થયો હતો. આજે (15 જાન્યુઆરી)ના રોજ હત્યાના ચાર આરોપીઓ પૈકી ત્રણ હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે હજુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે.

હત્યા કરવા પાછળનું ચોકાવનારૂૂ કારણ બહાર આવ્યું છે. થોડા મહિનાઓ પહેલા આ હત્યાકાંડનાં મુખ્ય આરોપી ભુરા મોહન બામનીયાની દિકરી નુ બીમારી સબબ અવસાન થયું હતું. પરંતુ ભુરા મોહનને મનમાં એવી શંકા હતી કે તેમની દીકરી પર મૃતક દંપતિ એ તાંત્રિક વિધિ કરી હતી જેના કારણે મૃત્યુ થયું હતું. બસ આ વાતની અદાવત રાખીને તેમણે આ દંપતીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને ગત દસ તારીખ ની રાત્રે ચાર લોકો (1) બબલુ ઉર્ફે પ્યાર સિંહ ભુરસિંહ વસુનીયા, (2) મેર સિંહ તીનચીયા પારદીયા, (3) ઈન્દ્ર કિશન વસુનીયા, અને (4) ભુરા મોહન બામનીયા લાલાવદરની સીમમાં પહોંચ્યા હતા અને દંપતિનું ગળુ દબાવી ને હત્યા કરી હતી. જોકે ત્યા હાજર રહેલી એક આઠ વર્ષની મુકેશની બહેને આ હત્યા તેમની નજર સામે જોઈ હતી અને હત્યારાઓને ઓળખી જતા તેમની પણ હત્યા કરી અને ત્રણેય લાશોને કુવામાં ફેંકી દીધી હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે, અમરેલીના લાલવદર ગામે આવેલ દકુભાઈ ધાનાણી નામના ખેડૂત સવારે વાડીએ રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા તથા જાનુબેન અંતુરભાઈ દેવરખીયા નામની બે મહિલા સહિત 3 પરપ્રાંતિય વ્યક્તિની વાડીના કુવામાંથી લાશ મળી આવી હતી. આ બનાવમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતાં જેમાંથી મુખ્ય સુત્રધાર ભુરા બામણીયાની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. તેમજ પકડાયેલા શખ્સોને રિમાન્ડ પર લેવા કોર્ટમાં રજુ કરવામાં આવશે. આરોપીઓ મૃતક ભુરીબેનને ડાકણ સમજતાં હોય તેવું પણ પુછપરછમાં બહાર આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement