For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20 વર્લ્ડ કપની ટ્રોફી અને મેચની તારીખનું ટેટૂ ચીતરાવશે સૂર્યકુમાર

02:14 PM Jul 03, 2024 IST | admin
t 20 વર્લ્ડ કપની ટ્રોફી અને મેચની તારીખનું ટેટૂ ચીતરાવશે સૂર્યકુમાર

સૂર્યકુમાર યાદવ તેના શરીર પર ટી20 વર્લ્ડ કપની ટ્રોફી અને ફાઇનલ મેચ રમાઈ હતી એ તારીખનું ટેટૂ ચીતરાવવાનો છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી ફાઇનલ મેચમાં સૂર્યકુમારે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યા બોલિંગ માટે આવ્યો ત્યારે સૂર્યકુમાર યાદવે બાઉન્ડરી પર કેચ પકડ્યો હતો. આ કેચથી ભારતના લોકોની મેચ જીતવાની આશા ફરી જાગી હતી.

Advertisement

આ કેચ મેચનો ટર્નિંગ પોઇન્ટ પણ હતો. આ વિશે વાત કરતાં સૂર્યકુમાર યાદવ કહે છે, હું ટ્રોફી અને મેચની તારીખનું ટેટૂ ચીતરાવીશ. મેં એ પ્લાન કરી રાખ્યું હતું. મેં 2023માં એ પ્લાન કર્યું હતું, પરંતુ ત્યારે એ શક્ય હોતું થયું પરંતુ હમણાં અમે જીતી ગયા. 2024ની 29 જૂન દરેક માટે યાદગાર દિવસ છે. મારી બહેનનો એ જન્મદિવસ પણ છે. તેના માટે આ એકદમ પર્ફેક્ટ ગિફ્ટ હતી અને આપણા બધા માટે યાદગાર દિવસ.

તે દિલની નજીક ટેટૂ ચીતરાવશે એવી હિન્ટ આપતાં સૂર્યકુમાર કહે છે, આ મારા દિલની ખૂબ જ નજીક છે અને એને ખૂબ જ લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. એ વિશે વિચાર કરવા માટે મારી પાસે સમય છે, પરંતુ હું સોશ્યલ મીડિયા પર એને શેર જરૂૂર કરીશ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement