મારુતિ સુઝીકી સુરેન્દ્રનગર નજીક બનાવશે ઈલેક્ટ્રિક કાર, જમીન પસંદ
ટેસ્લા બાદ હવે વધુ એક કંપની ગુજરાતમાં ઈવી કાર અને બેટરી પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં છે. વાઈબ્રન્ટ સમિટ-2024માં મારુતિ સુઝુકી કાર પ્લાન્ટ સ્થાપવા અંગે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરી શકે છે. નોંધનીય છે કે, મારુતિનો એક પ્લાન્ટ હાંસલપુરમાં કાર્યરત છે જ ત્યારે હવે બીજો પ્લાન્ટ સ્થપાવની જાહેરાત કરી શકે છે.
હારમાં ગુજરાતમાં એક પ્લાન્ટ હોવા છતાં મારુતિ પાસે ત્રણ લાખથી વધુ કારનો બેકલોગ પડ્યો છે. અહેવાલ અનુસાર મારુતિ સુઝુકી પોતાનો કાર બિઝનેસ વિસ્તારવા માગે ચે જેના ભાગરૂૂપે ગુજરાતમાં જ વધુ એક કાર પ્લાન્ટ નાંખવાનું નક્કી કર્યું છે. મારુતિ સુઝુકીના અધિકારોને ટાંકીને જણાવ્યું છે કે, કંપની પ્લાન્ટ માટે કચ્છ, ધોલેરા ઉપરાંત અન્ય સ્થળોએ નજર નાંખી હતી પણ હવે આખરે સુરેન્દ્રનગર નજીક કાર પ્લાન્ટ માટે જમીનની પસંદગી કરવામાં આવી છે. છેલ્લા કેટલાંય દિવસતી મારૂૂતિ સુઝુકી અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. હવે વાઈબ્રન્ટ 2024માં તેના ઈવી કાર પ્લાન્ટની સત્તાવાર જાહેરાત કરશે અને સરકાર સાથે એમઓયુ કરશે. નોંધનીય છે કે, મારુતિ દર વર્ષે 10 લાખ કાર બનાવવાનો ટાર્ગેટ રાખે છે. કંપની વધુ એક કાર પ્લાન્ટને લઈને રોજગારીના અનેક અવસર ઉભા થશે. ટાટા, મારુતિ, ઉપરાંત ટેસ્લાનું પણ આગમન નક્કી છે તે જોતા ગુજરાત આગામી દિવોમાં ઓટો હબ સ્ટેટ બની રહેશે તે નક્કી છે.