For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલા પાસે હિટ એન્ડ રન: અજાણી કાર અડફેટે સ્કૂટરચાલકનું ગર્લફ્રેન્ડની નજર સામે મોત

01:59 PM Dec 25, 2023 IST | Sejal barot
ચોટીલા પાસે હિટ એન્ડ રન  અજાણી કાર અડફેટે સ્કૂટરચાલકનું ગર્લફ્રેન્ડની નજર સામે મોત

અમદાવાદમાં રહેતો પરિણીત યુવાન પોતાની પરિણીત પ્રેમિકાને લઈને ચોટીલા ફરવા આવ્યો હતો અને ચોટીલાથી પરત જઈ રહ્યા હતા ત્યારે ચોટીલા પાસે અજાણ્યા કાર ચાલકે પ્રેમી યુગલના સ્કૂટરને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘવાયેલા પ્રેમી યુવકનું કરૂૂણ મોત નીપજ્યું હતું જ્યારે પ્રેમિકા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈ નાસી છૂટી હતી. યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમદાવાદમાં રહેતા આકરમ અનવરભાઈ પઠાણ નામનો 42 વર્ષનો યુવાન અમદાવાદમાં રહેતી પોતાની પરિણીત પ્રેમિકા ગીતાબેન ઉર્ફે માયાબેન કાળુભાઈ પટેલ (ઉ.વ.40)ને લઈને ચોટીલા ફરવા માટે આવ્યો હતો અને ચોટીલાથી બંને પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં ચોટીલા પાસે અજાણ્યા કારચાલકે પ્રેમી યુગલના સ્કૂટરને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રેમી યુગલને તાત્કાલિક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયા પ્રેમી અકરમ પાઠણે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પ્રેમિકા ગીતાબેન ઉર્ફે માયાબેન પટેલ પ્રાથમિક સારવાર લઈ હોસ્પિટલમાંથી નાસી છૂટી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક આકરમ પઠાણને સંતાનમાં એક પુત્ર અને આઠ પુત્રી છે અકરમ પઠાણ ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતો અકરમને બે પત્ની હતી અને ત્રીજી તેની ગર્લફ્રેન્ડ ગીતાબેન ઉર્ફે માયાબેન પટેલને લઈને ચોટીલા આવ્યો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાતા અકરમ પઠાણનું મોત નિપજ્યું હતું. અને અકરમ પઠાણના પરિવારે પીએમ નહીં કરાવવાની લેખિત લેખિત બાંહેધરી કરી આપી મૃતદેહને લઈને રવાના થયો હતો. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement