For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલા યાર્ડમાં ભાજપની પેનલ બિનહરીફ

12:22 PM Dec 19, 2023 IST | Sejal barot
ચોટીલા યાર્ડમાં ભાજપની પેનલ બિનહરીફ

ચોટીલા માર્કેટિંગ યાર્ડની ચૂટણીમાં સર્વ પ્રથમ વખત ભાજપની પેનલ બિન હરીફ થતા સહકારી ક્ષેત્રનાં રાજકારણમાં પાર્ટીએ પકડ જમાવતા સ્થાનિક રાજકારણમાં ચર્ચા નો વિષય બનેલ હતો
પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા યાર્ડનાં ચેરમેન સદસ્યોની ચૂટણી અનુસંધાને નામાંકન પ્રક્રિયા સોમવારે યોજાયેલ જેમાં ભાજપ દ્વારા ખેડૂત પેનલમાં જયરાજભાઈ ભરતભાઈ ઘાંધલ, વાજસુરભાઈ પુનાભાઈ આહીર, આંબાભાઈ ભાદભાઈ ઓળકીયા, ઉમેદભાઈ વિરાભાઈ વિક્મા, રામભાઈ મોતીભાઈ સાંબડ, મહેશભાઈ મનહરદસ મારાજ, જયવીરભાઈ દાદભાઈ ખાચર, જીજ્ઞેશભાઈ વિરજીભાઈ પરાલીયા, રણછોડભાઈ સંગ્રામભાઈ રબારી, રૂૂપાભાઈ કરશનભાઈ ભરવાડ, અને વેપારી પેનલમાં યજુવેન્દ્રસિંહ વજુભા ચોહણ, હિતેશભાઈ શાંતીલાલ માલકીયા, દેવરાજભાઈ હિરાભાઈ ઘાંધળ, જીશેશભાઈ અરવિંદભાઈ ખંધાર મળી 14 ની ડીરેક્ટરોની પેનલ ચૂટણી અધિકારી સમક્ષ રજૂ કરાયેલ હતી
ચોટીલા યાર્ડનાં ઉમેદવારી પત્રક ભરવાનાં અંતિમ સમય સુધી અન્ય કોઇ ઉમેદવારી પત્ર રજુ થહીં થતા ચોટીલા યાર્ડમાં પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ થયેલ હતી આગામી દિવસોમાં યાર્ડના ચેરમેને ની ચૂટણી નિર્ધારિત તારીખે યોજાશે જેમા ખેંચતાણ થશે કે બિનહરીફ તે જોવાનું રહેશે.

Advertisement

બિનહરીફ ચેરમેન માટે પાર્ટીને કવાયત થશે!

ચોટીલા યાર્ડની ધુરા આમતો વર્ષો થી કાઠી સમાજનાં વર્ચસ્વ હેઠળ રહી છે સ્વર્ગસ્થ ચેરમેન ભરતભાઇ ધાધલ છેલ્લા 35 વર્ષ સુધી બિન હરીફ ચૂટાયા છે. તેમના અવસાન બાદ પ્રથમ ચૂટણી છે જેમા પ્રથમ વખત પાર્ટી પ્રેરિત પેનલ બિનહરીફ થયેલ છે પરંતું આગમી ચેરમેન નો મેન્ડેટ કોને અપાશે તે સસ્પેન્સ છે જો કે સ્વ. ચેરમેનનાં પુત્ર જયરાજભાઈ પ્રથમ ક્રમે છે અન્યોનાં નામ પણ ચર્ચામાં હોવાનું કહેવાય છે ત્યારે પાર્ટી મેન્ડેટ માટે કવાયત રહેશે તેવું જણાય છે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement