For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગર: ખારાઘોડા રણમા બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: ટ્રક ચાલકનું મોત 

05:19 PM Apr 13, 2024 IST | Bhumika
સુરેન્દ્રનગર  ખારાઘોડા રણમા બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત  ટ્રક ચાલકનું મોત 

Advertisement

પાટડી પંથકના રણ કાંઠા વિસ્તારમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં  એક ટ્રક ચાલકનું મોત થયું. પાટડી પંથકના ખારાઘોડા રણમાં મીઠું ભરી પરત ફરતા અને સામેથી મીઠું ભરવા માટે આવતા ટ્રક સામ સામે અથડાયા હતા. અકસ્માતના પગલે ગંભીર રીતે ઘાયલ ટ્રક ચાલકને સારવાર માટે પાટડી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું.

Advertisement

જાણવા મળતી વિગતો અનુસાર પાટડી તાલુકાના ખારાઘોડા રણ વિસ્તારમાં મીઠાની સિઝન પૂર્ણ થતાં વેપારીઓ દ્વારા મીઠું ખરીદી કરી અન્ય વાહન થકી મીઠું ભરવા માટેની કામગીરી હાથ ધરાઇ છે ત્યારે શનિવારે બપોરના સમયે ખારાઘોડા રણમાં સામસામે ટ્રકનું અકસ્માત થયું હતું સ્થાનિક મીઠું પકવતા અગરિયાઓ દ્વારા જણાવાયું હતું કે ધૂળની ડમરી ઉડવાના લીધે બંને ટ્રક ધડાકાભેર સામસામે અથડાતાં હતા જેમાં ટ્રક ચાલક આગળની કેબિનમાં ફસાયો હતો જેથી તાત્કાલિક ક્રેનની મદદથી ટ્રક ચાલકને બહાર કાઢવાના કલાકોના પ્રયત્ન બાદ ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો આ તરફ બંને ગંભીર રીતે ઘાયલ ટ્રક ચાલકને સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડાતા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા આ દરમિયાન પોલાભાઈ બાથાણી નામના ટ્રક ચાલકનું મોત થયું હતું જ્યારે ભાવેશભાઈ બાથાણીને ગંભીર ઈજા હોવાથી તેઓને વધુ સારવાર શરૂ કરી હતી

Advertisement
Tags :
Advertisement
Advertisement