For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સહજાનંદ ડાયમંડના ૮ કરોડની લુંટ કેસમાં ચોંકાવનારો ધડાકો, ફરિયાદી જ આરોપી!

11:01 PM Mar 09, 2024 IST | admin
સહજાનંદ ડાયમંડના ૮ કરોડની લુંટ કેસમાં ચોંકાવનારો ધડાકો  ફરિયાદી જ આરોપી

સુરતના કતારગામ વિસ્તારમાં આવકવેરા અધિકારીના સ્વાંગમાં રોકડા રૂપિયા 8 કરોડની લૂંટની બનેલી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. કંપનીના ફાઇનાન્સરને શેરબજારમાં કરોડોનું નુકસાન જતા તેણે જ લૂંટનું નાટક રચ્યું હતું. પાંચ લાખ આપી મિત્રો પાસે જ ખોટી લૂંટ કરાવી પોલીસને ધંધે લગાડી હતી. ખરેખર તો બેગમાં રૂપિયા નહીં, માત્ર કાગળીયા જ હતાં.

Advertisement


Advertisement

પોલીસ તપાસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો
આ કેસની વિગત એવી છે કે, પંદર દિવસ પહેલાં તા. 27મી ફેબ્રુઆરીએ બપોરના સમયે કતારગામ ખાતે સેઈફ ડિપોઝીટ વોલ્ટમાંથી સહજાનંદ ટેક્નોલોજી પ્રા.લિ. કંપનીનો કર્મચારી 8 કરોડ રૂપિયા ઉપાડી મહિધરપુરા સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં મુકવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન રસ્તામાં અજાણ્યા શખસે પોતે આવકવેરાનો અધિકારી હોવાની ઓળખ આપી ગાડી અટકાવી હતી અને બંદૂકની અણીએ ગાડીમાં સવાર થઈ ગયો હતો. કર્મચારીને બાનમાં લઈ અપહરણ કરી વરીયાવ બ્રિજના નાકા સુધી લઈ જઈ તમામને ગાડીમાંથી ઉતારી ગાડી લઈ નાસી ગયો હતો. આઠ કરોડની આ લૂંટની ઘટના બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચ સહિત સુરત પોલીસના તમામ એજન્સીના અધિકારીઓ તપાસમાં લાગી ગયા હતા.

દરમિયાન સીસીટીવી અને બાતમીદારોની બાતમીના આધારે પોલીસે રોહિત વિનુ ઠુમ્મરને પકડ્યો હતો. રોહિતની ઉલટ તપાસ કરાઈ હતી. જેમાં રોહિતે પોલીસને કહ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કલ્પેશ પોપટ કસવાળા અને નરેન્દ્ર દૂધાતે જ લૂંટ કરવા માટે રોહિતનો સંપર્ક કર્યો હતો. આ કામ માટે તેને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસને શરૂઆતથી જ ફરિયાદી નરેન્દ્ર દૂધાત પર શંકા હતા. રોહિતના સ્ટેટમેન્ટ બાદ નરેન્દ્ર ભાંગી પડ્યો હતો અને હકીકત જણાવી દીધી હતી. નરેન્દ્રએ પોલીસને જણાવ્યું હતું કે, શેરબજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે લૂંટનું નાટક રચ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચથી માંડીને કતારગામ પોલીસની ઉંઘ ઉડાવનાર આઠ કરોડની લૂંટ પ્રકરણમાં માસ્ટર માઈન્ડ દ્વારા શરૂઆતથી જ પૂછપરછ દરમિયાન પોલીસને ગોથે ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની પ્રારંભિક પૂછપરછમાં નરેન્દ્ર દુધાત ટસનોમસ થયો નહોતો, પરંતુ અંતે તે તુટી પડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, કંપનીમાંથી તેણે આઠેક કરોડ રૂપિયા અગાઉથી જ વાપરી નાંખ્યા હતા અને તેને કારણે આ લૂંટનું નાટક રચ્યું હતું. જેના ભાગરૂપે તેણે કતારગામ સેઈફ વોલ્ટમાંથી રોકડ રકમ મહિધરપુરા સેઈફ વોલ્ટમાં ટ્રાન્સફર કરવાના બહાને વાનમાં રોકડ રકમની જગ્યાએ કાગળના બંડલો થેલાઓ મુક્યા હતા. ત્યારબાદ બે મિત્રોના સહયોગથી લૂંટનું નાટક રચ્યું હતું. નરેન્દ્ર દૂધાતે લૂંટનું તરકટ કેમ રચવું પડ્યું તેની પાછળ પણ એક સ્ટોરી છે. નરેન્દ્ર દુધાત સહજાનંદ કંપનીમાં છેલ્લા 22 વર્ષથી નોકરી કરતો હતો અને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં તેની 5 વર્ષ પહેલાં બદલી થઈ હતી. કંપનીના તમામ નાણાંકીય લેવડ-દેવડ અને ઉઘરાણીનો હિસાબ નરેન્દ્ર જ સાચવતો હતો. તેથી તેની પાસે હંમેશા મોટી રકમ રહેતી હતી. કંપનીના રૂપિયાથી કરોડપતિ થવાના ચક્કરમાં નરેન્દ્ર દૂધાતે પરિચિતોના ડિમેટ એકાઉન્ટની મદદથી શેરબજારમાં રોકાણ શરૂ કર્યું હતું. તેમાં તેણે 5 કરોડનું નુકસાન કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement