For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છના કુકમામાં બે સંતાન સાથે માતાનો આપઘાત

12:31 PM Apr 23, 2024 IST | Bhumika
કચ્છના કુકમામાં બે સંતાન સાથે માતાનો આપઘાત
  • ઘરમાં જ બે બાળકીના ગળા ઘોંટી માતાએ ગળાફાંસો ખાઈ લેતા અરેરાટી, આપઘાતના કારણ અંગે ઘેરૂ રહસ્ય

ભુજ તાબેના કુકમા ગામે ગઈકાલે કાળજુ કંપાવી નાખે તેવી હૃદયદ્રાવક ઘટના બની હતી.જેમાં મૂળ બોટાદના બરવાળા બાજુના એવા શ્રમજીવી પરિવારની 23 વર્ષીય પરિણીતા સંગીતાબેન વિજયભાઈ દેત્રોજાએ તેના બે સંતાન ચાર વર્ષીય બાળકી સંધ્યા અને દોઢ વર્ષના દીકરા રાજવીર સાથે સામૂહિક ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Advertisement

આ ઘટનાનું કારણ જાણવા પોલીસે મૃતકના માવતર અને સાસરિયા પક્ષના નિવેદન નોંધવાનું શરૂૂ કર્યું છે.આ બનાવ અંગે પદ્ધર પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ,કુકમાના આહીર સમાજની વાડી પાછળ કનૈયાબેન હાજીરજાક શેખની ઓરડીમાં બોટાદ બાજુના વિજયભાઈ પાચાભાઈ દેત્રોજા (ઠાકોર)નો શ્રમજીવી પરિવાર રહે છે.

સાંજે 5થી 6 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર સંગીતાબેને છતમાં લાગેલા લોખંડના એંગલમાં દોરી બાંધીને પોતે તેમજ તેના બે સંતાન દીકરી સંધ્યા અને દીકરા રાજવીર સાથે સામૂહિક રીતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ અરેરાટીભર્યા બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે પદ્ધર પોલીસ પહોંચી ગઈ હતી
અને વિજયભાઈ પાસેથી નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પદ્ધર પોલીસ મથકના પી.એસ.આઈ. એચ.એમ. ગોહિલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, બોટાદ બાજુનો આ પરિવાર છેલ્લા ચારેક વર્ષથી કુકમામાં રહે છે અને કેટરિંગ કામમાં મજૂરી કામ કરે છે.આ પરિવારે છેલ્લે સાંજે ચારેક વાગ્યે સાથે બેસીને ચા પણ પીધી હતી.

Advertisement

ત્યારબાદ સાંજે 5થી 6 વાગ્યા વચ્ચે સંગીતાબેને આ અંતિમ પગલું ભરી લીધું હતું.હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી બનાવ પાછળના કારણો શોધવા તપાસ આદરી હોવાનું જણાવ્યું હતું.

પતિ-સાસુ કેટરિંગ કામે ગયા બાદ પરિણીતાએ સંતાનો સાથે પગલું ભરી લીધું
સંગીતાબેન પોતાના પતિ અને સાસુ સાથે કુકમા ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતાં હતા. સંગીતાબેનના પતિ અને સાસુ કેટરીંગ સર્વિસમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આમ તો પરિવાર મૂળ બોટાદના બરવાળાના વતની છે.બપોરે સંગીતાબેને પરિવાર સાથે બેસી ચા પીધી હતી બાદમાં પતિ અને સાસુ કેટરિંગની ઓરડીમાં કામ કરવા નીકળ્યા હતાં તેના અડધા કલાક બાદ જ આ અરેરાટી ભર્યો બનાવ બન્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement