For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંગેતરે લગ્નની ના પાડતા યુવતીનો આપઘાત

12:53 PM Apr 12, 2024 IST | Bhumika
મંગેતરે લગ્નની ના પાડતા યુવતીનો આપઘાત
  • કેશોદ તાલુકાના ટીટોળી ગામની કરૂણ ઘટના, કોડભરી ક્ધયાએ જીવ ગુમાવ્યો
  • મમ્મી-પપ્પાનું ન માન્યું અને એની પર વિશ્ર્વાસ કર્યો અને એણે વિશ્ર્વાસઘાત કર્યો: સ્યૂસાઈડ નોટમાં ઠાલવેલો વલોપાત

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોળી ગામમાં રહેતી 24 વર્ષીય યુવતીની સગાઈ થયા બાદ સાસરિયા પક્ષ દ્વારા લગ્નની ના પાડી દેવાતા લાગી આવતા યુવતીએ જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. લગ્નની તારીખ નક્કી થયા બાદ સાસરી પક્ષના લોકો દ્વારા લગ્નની ના પાડી દેવાતા લાગી આવવાથી જિંદગી ટૂંકાવી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બે પાનાની સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામમાં રહેતી અસ્મિતા સોંદરવા નામની 24 વર્ષીય યુવતીની સાહિલ રાઠોડ નામના યુવક સાથે સગાઈ થઈ હતી. બંનેના પરિવાર દ્વારા લગ્નની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ, કોઈ કારણોસર યુવક પક્ષના લોકો દ્વારા લગ્નની ના પાડી દેવાતા અસ્મિતાને લાગી આવતા પોતાના ઘરે જ ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનો તાત્કાલિક અસ્મિતાને કેશોદ હોસ્પિટલ લઈ ગયાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

અસ્મિતાની આત્મહત્યા બાદ તેમનાં પરિવારજનોને બે પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જે સુસાઈડ નોટ પોલીસને સોંપવામાં આવી છે. પરિવારજનોને જે સુસાઈડ નોટ મળી આવી છે જેમાં નીચે મુજબનું લખાણ લખવામાં આવ્યું છે.હું અસ્મિતા આ બધું મારા હાથે લખું છું. અત્યાર સુધીમાં એને મને બધું ખોટું જ કીધું છે. હું તેનું બધું સાચું માનતી હતી. એણે મને બધું ખોટું બોલીને ભોળવી હતી. અત્યાર સુધી એને મને જેમ કીધું એમ મેં કર્યું. મેં મારાં મમ્મી-પપ્પાનું ન માન્યું અને એની વાત પર વિશ્વાસ કર્યો અને એણે મારા પર વિશ્વાસઘાત કર્યો. મારાં મમ્મી-પપ્પાનો કોઈ પણ વાંક નથી. બધું જ બરાબર હતું. તે બધા અમારા ઘરે આવીને લગ્નની તારીખ લઈ ગયા અને તારીખ પણ આપી દીધી હતી. મારાં મમ્મી-પપ્પાને મેં જેમ કીધું એમ મારાં મમ્મી-પપ્પાએ કર્યું. તારીખ લેવા આવ્યા ત્યારે પાંચ તોલા સોનાની વાત નક્કી કરી હતી અને હવે એ લોકો ફરી ગયા. પહેલાં સાહિલે મને કહેલું કે સોનું કરાવી આપીશ. તેની આ વાત સાચી માની પણ હવે ઈ વાત માનતો નથી. એનાથી સોનું બનતું નહોતું એટલે એ આવ્યા. તેમાં સાહિલની બે બહેનો નીતા અને શીતલ, શીતલનો ઘરવાળો વિશાલ, પછી સાહિલના પપ્પા, તેના કાકા અને તે પોતે હતા. પછી વાત કાંઈ કરી નહીં અને બાઝવાનું શરૂૂ કર્યા પછી જેમ મન ફાવે એમ ગાળો કાઢવા લાગ્યા એટલે આખું ગામ ભેગું થઈ ગયું. પછી ધમકીઓ આપી એમાં એની બહેનોએ એમ કહ્યું કે, જાન તો આજે પણ નહીં આવે અને કાલે પણ નહીં આવે અને તેના કાકાએ એમ ધમકી મારી કે, તમને બધાને મરાવીને તમારી ઘરે તાળા મરાવી દઈશ. જો હું તાળા ન મરાવું તો મારા બાપમાં ફેર. એની બહેનો એમ કહેતી હતી કે, અમારું બધું આપી દે, અમારે તું નથી જોઈતી. હું આ લગ્ન મારી મરજીથી કરતી હતી.

Advertisement

આમાં મારાં મમ્મી-પપ્પાનો કોઈ પણ જાતનો વાંક નથી. મેં તેને સમજાવવાની બહુ ટ્રાય કરી પણ તે કંઈ સમજવા તૈયાર નથી. તેથી હું આવું પગલું ભરું છું.આ બાબતે ડીવાયએસપી બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે, કેશોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે. રમેશભાઈ સોંદરવાની પુત્રીના લગ્ન સાહિલ રાઠોડ સાથે નક્કી થયેલાં પણ લગ્ન લઈને આવવાની ના પાડતા અસ્મિતાબેનને લાગી આવતાં પોતાના ઘરે ઝેરી દવા પી લઈને આત્મહત્યા કરી લીધેલ છે. જે બાબતે રમેશભાઈની ફરિયાદના આધારે કેશોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement